ઉત્તર ગુજરાતગુજરાત

થરાદમાં રાજકીય ગરમાવો : અગ્રણીઓએ કોંગ્રેસ સાથે છેડો ફાડવાની ચર્ચાને પાયાવિહોણી ગણાવી

Text To Speech

પાલનપુર : થરાદમાં થોડા દિવસ પહેલા ઠાકોર સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં ઠાકોર સમાજના અગ્રણીએ વર્તમાન ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો. પ્રધાનજી ઠાકોરે અગાઉ તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગુલાબસિંહ રાજપુતે ઠાકોર સમાજના ઉમેદવારો હરાવવા એડિચોટીનું જોર લગાવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. જેના પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. ત્યાં જ આ વિસ્તારમાં નવી ચર્ચા શરૂ થઈ ગઈ હતી.

જેમાં અગાઉ ચૂંટણી લડી ચૂકેલા કોંગ્રેસના ઉમેદવાર ડી. ડી. રાજપુત તેમજ અગ્રણીઓ માંગીલાલ પટેલ, પ્રધાનજી ઠાકોર, આંબાભાઈ સોલંકી, પ્રવીણભાઈ સહિતનાઓ થરાદ કોંગ્રેસમાંથી છેડો પાડી શકે તેવી વાત સવારથી જિલ્લામાં વહેતી થઈ હતી. જોકે અગ્રણીઓએ સમગ્ર વાતને પાયા વિહોણી ગણાવી હતી.

તેમાં ડી. ડી. રાજપૂત, આંબાભાઇ સોલંકી અને પ્રધાનજી ઠાકોરે જણાવ્યું હતું કે, અમે આજીવન કોંગ્રેસમાં રહીશું. કોંગ્રેસમાં છીએ અને કોંગ્રેસ પક્ષને મજબૂત કરવાનું કામ કરીશું. આમ સમગ્ર વાત ઉપર ઠંડું પાણી રેડી દેવામાં આવ્યું હતું. પરંતુ દિવસ પર આ ચર્ચા ના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો.

Back to top button