પાલનપુર : ડીસા પાલિકામાં વોર્ડ નંબર 4 માં પાણીની હાલાકી, રહીશોની ઉગ્ર રજુઆત
- પૂરતું પાણી નહીં મળે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી
પાલનપુર : ડીસામાં શિયાળાની શરૂઆત પૂર્વેજ પાણીના ધાંધિયા શરૂ થઈ ગયા છે. વોર્ડ નંબર ચારમાં પીવાનું પૂરતું પાણી નહીં મળતા રહીશોએ નગરપાલિકા કચેરીએ આવી ઉગ્ર રજૂઆત કરી હતી. અને જો તાત્કાલિક પૂરતું પાણી આપવામાં નહીં આવે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.
ડીસામાં વોર્ડ નંબર ચારમાં છેલ્લા ઘણા સમયથી પાણી મળતું નથી. જેના કારણે રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દિવસમાં માત્ર અડધો કલાક અને તે પણ ધીમું પાણી આવતા લોકોને પાણીની ખૂબ જ તંગી વેઠવી પડે છેમ જેના માટે વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ કાર્યવાહી ન થતા આખરે સ્થાનિક રહીશોનું ટોળુ ગુરૂવારે નગરપાલિકા કચેરીએ આવી પહોંચ્યું હતું.
ડીસા પાલિકામાં વોર્ડ નં. 4 માં પાણીની હાલાકી, રહીશોની ઉગ્ર રજુઆત#palanpur #disa #water #WaterIsLife #issues #presentation #Gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/PX0wgdKOvT
— Hum Dekhenge News (@humdekhengenews) October 7, 2022
જ્યાં પૂરતું પાણી આપવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી. રહીશોએ જણાવ્યું હતું કે, જો નગરપાલિકા દ્વારા તેમના વિસ્તારમાં સમયસર અને પૂરતું પાણી આપવામાં નહીં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે અને જરૂર પડે તો ચૂંટણી બહિષ્કાર કરી સરકાર સામે વિરોધ દર્શાવશે.