કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

રાજકોટના જેતપુરમાં ચારિત્ર્યની શંકા કરી 19 વર્ષની પત્નીનું ગળું દબાવીને હત્યા કરી, દોઢ વર્ષ પહેલાં જ થયાં હતા લગ્ન

Text To Speech

રાજકોટઃ રાજકોટના જેતપુરમાં પતિએ 19 વર્ષની પત્નીનું ગળું દબાવી હત્યા કરી દીધી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ચારિત્ર્ય ઉપર શંકા રાખીને પતિએ પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પત્નીની હત્યા કર્યાં બાદ ફરાર થયેલાં પતિએ પત્નીના સંબંધીને ફોન કરી કહ્યું હતું કે, મેં ગળું દબાવી દીધું છે, તમારે જે કરવું હોય તે કરો, મારે તેનું મોઢું જોવું નથી. પોલીસે આ મામલે ગુનો નોંધીને હત્યારા પતિને દબોચી લીધો છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે.

લગ્નના દોઢ જ વર્ષમાં પત્નીની હત્યા
રાજકોટના જેતપુરમાં રબારિકા રોડ પર આવેલા સાડીના ફિનિશિંગના કારખાનમાં કામ કરતાં મૂળ બિહારના રહેવાસી સત્યેન્દ્રકુમાર સીતારામ રામધનીએ પોલીસમાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની કાકાની દીકરી મનીષા (ઉં.-19 વર્ષ) તેના પતિ ત્રિલોકીરામ છોટુરામ (રહે. બિહાર) સાથે મહાદેવ ફિનિશિંગ કારખાનામાં રહેતી હતી. અને કારખાનમાં જ રહીને 15 જેટલાં મજૂરોનું ભોજન બનાવવાનું કામ કરતી હતી. જ્યારે ત્રિલોકીરામ ફિનિશિંગનું કામ કરતો હતો. મનીષા અને ત્રિલોકીરામના લગ્નને હજુ દોઢ વર્ષ થયું છે. ત્રિલોકીરામ અવારનવાર મનીષાના ચારિત્ર્ય ઉપર શંકા કરતો હતો. અને આ બાબતને લઈને મનીષાને મારતો પણ હતો.

KILLER HUSBAND
CCTV ચેક કરતાં જોવા મળ્યું કે, ત્રિલોકીરામ રાતના સવા બે વાગ્યે રૂમનો દરવાજો બહારથી બંધ કરીને ભાગી ગયો હતો. આ મામલે કારખાના માલિકે પોલીસને જાણ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા પતિને ઝડપી પાડી તેની પૂછપરછ કરી હતી.

મજૂરોએ ઉઠાડવાનો પ્રયત્ન કર્યો પણ મનીષા ન ઊઠી
પોલીસ ફરિયાદમાં તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ગત રાત્રે તમામ મજૂરો ગરબા જોવા શહેરમાં ગયા હતા. ત્યારે દંપતી ઘરે એકલું હતું. જ્યારે બધા મજૂરો 11 વાગ્યે ઘરે આવ્યા ત્યારે રસોઈ બનાવેલી હતી અને દંપતીના રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. જો કે, સવારે ઉઠીને જોયું તો દરવાજો બહારથી બંધ હતો. અને મનીષા રસોડામાં ન હતી. જેથી મજૂરોએ દરવાજો ખોલીને રૂમની અંદર જોયું તો મનીષા પથારીમાં પડી હતી. મજૂરોએ તેને ઉઠાડવાનો પ્રયાસ કર્યો. પણ તે કોઈ હલનચલન ન કરતાં મજૂરોએ આ મામલે કારખાનાના માલિક ચિરાગ શીંગાળાને જાણ કરી હતી.

હત્યા કર્યાં બાદ પત્નીના સંબંધીને ફોન કર્યો
મનીષાની હત્યા કર્યાં બાદ રૂમમાંથી ફરાર થયેલાં ત્રિલોકીરામે સત્યેન્દ્રકુમારને ફોન કરી કહ્યું હતું કે, મેં મનીષાનું ગળું દબાવી દીધું છે. હવે તમારે જે કરવું હોય તે કરો. મારે તેનું મોઢું પણ જોવું નથી. આમ કહી, ત્રિલોકીરામે ફોન કટ કરી દીધો હતો.

ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીને ઝડપી લીધો
કારખાનામાં હત્યાની જાણ થતાં માલિક ચિરાગ શીંગાળા કારખાને દોડી આવ્યા હતા અને CCTV ચેક કરતાં જોવા મળ્યું કે, ત્રિલોકીરામ રાતના સવા બે વાગ્યે રૂમનો દરવાજો બહારથી બંધ કરીને ભાગી ગયો હતો. આ મામલે કારખાના માલિકે પોલીસને જાણ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા પતિને ઝડપી પાડી તેની પૂછપરછ કરી હતી. જેમાં ચારિત્ર્યની શંકા રાખીને મનીષાની હત્યા કરી હોવાની તેને કબૂલાત કરી હતી.

Back to top button