ગુજરાત

નવરાત્રિમાં વિર્સજિત કરેલા ગરબામાંથી બનશે પક્ષીઓના માળા !

Text To Speech

સુરત: દશેરાની સાથે જ, માં દુર્ગાના નવ દિવસીય ઉત્સવ નવરાત્રીની પૂર્ણાહુતિ થઈ. આ નવ દિવસ સુધી ગરબી સ્વરૂપે માતાજીની પૂજા કર્યા પછી, તે મટકીઓને દશેરાના દિવસે મંદિરો અથવા તાપી નદીમાં વિસર્જિત કરવામાં આવે છે. આ સમયે અબોલ જીવો માટે કામ કરતી સંસ્થા દ્વારા વિસર્જન બાદ રિસરફેસિંગ કરવામાં આવે છે. આનો અર્થ એ છે કે મટકીઓને વિસર્જન બાદ, આ ગરબાઓને એકત્રિત કરવામાં આવે છે અને તેનો ઉપયોગ પક્ષીઓના ઘર બનાવવા માટે કરવામાં આવે છે. દશેરાની સાંજ સુધીમાં લગભગ 3500 જેટલા ગરબા એકત્ર થયા છે.

વિસર્જિત કરેલા ગરબાને અપાય છે માળાનું સ્વરૂપ

તમને જણાવી દઈએ કે નવરાત્રિના નવ દિવસ સુધી ગરબીમાં દરરોજ માટીનો દીવો પ્રગટાવવામાં આવે છે, જેના કારણે ઉર્જાનો સંચાર થાય છે. જેના કારણે વાતાવરણ શુદ્ધ રહે છે. ઘરમાં પણ સકારાત્મકતા રહે છે. દશેરાના દિવસે આ ગરબાઓને મંદિરો અથવા તાપી નદીમાં વિર્સર્જિત કરવામાં આવે છે. શહેરની શ્રી ચંદ્ર-અશોક-સોમ-કરૂણા સંસ્થા છેલ્લા 8-9 વર્ષથી દશેરાના દિવસે વિર્સજિત કરાયેલી માટલી એકઠી કરીને તેમાંથી માળો બનાવીને આસ્થાને જાળવી રાખવા અને પર્યાવરણલક્ષી અભિગમ જાળવવાનું કામ કરી રહી છે.

વિસર્જિત કરેલા ગરબા- humdekhengenews

શહેરના વિવિધ વિસ્તારોમાંથી માટલી એકત્ર કરીને સંસ્થાના સભ્યો, શાળા-કોલેજના બાળકો માટીમાંથી પક્ષી ઘર બનાવે છે. એટલું જ નહીં, તેઓ તેને મફતમાં વહેંચે છે. આ વર્ષે પણ દશેરાની સાંજ સુધી 3500 મટકી ભેગી થઈ છે. સોસાયટીના લોકો પણ ફોન કરીને અમને માહીતી આપી રહ્યા છે. આટલું જ નહીં, તેઓ માળો બનાવવા અને તેમની સોસાયટી અને ઘરોમાં સ્થાપિત કરવાનું પણ કામ કરશે.

આ પણ વાંચો : રખડતાં પશુઓને પકડવા ગુજરાત હાઇકોર્ટે આપી ડેડલાઈન, 17 ઓક્ટોબર સુધી ઢોર પકડવાના આદેશ

દર વર્ષે લગભગ 10 થી 15 હજાર માળાઓ બનાવવામાં આવે છે

સંસ્થાના ધરણેન્દ્ર સંઘવીએ જણાવ્યું હતું કે અમે વાસણમાં મોટું કાણું કરીને પક્ષી માટે સુંદર ઘર બનાવીએ છીએ. દશેરાની સાંજ સુધીમાં અડાજણના બે મંદિરોમાંથી ઘડાઓ એકત્ર થઈ ગયા છે, હજુ ઘણું બાકી છે. આ મટકીમાંથી દર વર્ષે લગભગ 10 થી 15 હજાર માળા તૈયાર કરવામાં આવે છે.

Back to top button