બિઝનેસ

ડોલર સામે રુપિયામાં વધુ એકવખત રેકોર્ડબ્રેક કડાકો, પહેલી વખત ઓપનિંગમાં જ ડોલરની તુલનાએ રૂપિયો 82ની નીચે પહોંચ્યો

Text To Speech

નવી દિલ્હીઃ ભારતી કરન્સી રૂપિયો આજે ફરી એક વખત રેકોર્ડ નીચલા સ્તરે સુધી તૂટ્યો છે. જો કે પહેલી વખત ઓપનિંગમાં જ ડોલરની તુલનાએ 82નું સ્તર પણ તોડ્યું છે. રુપિયો આજે ઓપનિંગ કારોબારમાં 82.22 રુપિયા પ્રતિ ડોલરના લેવલે આવી ગયો અને તેમાં 33 પૈસા કે 0.41 ટકાનો જોરદાર ઘટાડો જોવા મળ્યો. અમેરિકી ફેડરલ રિઝર્વના અધિકારીઓએ ગઈકાલે રાત્રે આપેલા નિવેદનના કારણે ડોલરની કિંમતમાં જોરદાર ઉછાળો આવ્યો છે અને રુપિયામાં કડાકો જોવા મળી રહ્યો છે.

આ વર્ષે રૂપિયામાં 10 ટકાથી વધુનો કડાકો
આ કેલેન્ડર વર્ષમાં ભારતીય રૂપિયામાં 10 ટકાથી વધુનો કડાકો નોંધાયો છે અને આ વર્ષે 2022માં 10.60 ટકા તૂટ્યો છે. અમેરિકી ફેડરલ રિઝર્વ બેંક દ્વારા આ વર્ષે સતત વ્યાજ દરમાં વધારાને કારણે ડોલર સતત મજબૂત થઈ રહ્યો છે અને તેને કારણે ઈમર્જિંગ માર્કેટ્સની કરન્સીની સાથે ઈન્ડિયન રુપિયામાં પણ કડાકો જોવા મળે છે.

ઓઈલ ઈમ્પોર્ટર્સ ની ડોલર માગ વધી
ઓયલ ઈમ્પોર્ટર્સની ડોલરની માગ વધી છે અને વ્યાજદરમાં સતત વધારાને પગલે ભારતીય કરન્સી રુપિયાની નેગેટિવ અસર જોવા મળી છે જેના પગલે આજે ઓપનિંગ ટ્રેડિંગમાં જ ડોલરની તુલનાએ રૂપિયો 82.33 સુધી ગગળ્યો હતો.

શેરબજારનું ઓપનિંગ કેવું રહ્યું
આજે માર્કેટની શરૂઆત પણ ઘટાડા સાથે જ થઈ અને નિફ્ટી 44.60 પોઈન્ટ એટલે કે 0.26 ટકાના ઘટાડા સાથે ખુલ્યું હતું. તો સેન્સેક્સ 129.54 પોઈન્ટ એટલે કે 0.22 ટકાના ઘટાડા સાથે ખુલ્યું હતું.

Back to top button