ગુજરાત

અમદાવાદ: સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના માતા-પિતા માટે ચેતવણી રૂપ ઘટના

Text To Speech

અમદાવાદમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્માર્ટફોનના યુગમાં શાળાએ જતા વિદ્યાર્થીઓ વધુ પડતા મોર્ડન થઇ ગયા છે. તથા કિશોર અવસ્થામાં પ્રવેશતા હોવાથી ના કરવાનું કરી બેસે છે. જેમાં ઈસનપુર વિસ્તારમાં રહેતી સગીરાને સ્કૂલમાં જ અભ્યાસ કરતા યુવક સાથે પ્રેમ થયો હતો. બાદમાં યુવકે શરીર સંબંધ બાંધી ફોટા-વીડિયો લઈ લીધા હતા. આ ફોટા-વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ ગુજરતો હતો. તેથી યુવતીએ ઈસનપુર પોલીસમાં યુવક સામે ફરિયાદ નોંધાવી
છે.

જીગ્નેશે રાનીને તેના નગ્ન ફોટા વીડિયો બતાવ્યા
ઉલ્લેખનીય છે કે શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતી રાની (ઓળખ છુપાવવા નામ બદલ્યું છે) સ્કૂલમાં ભણતી હતી. ત્યારે તેની સાથે જીગ્નેશ પણ અભ્યાસ કરતો હતો. બન્ને વચ્ચે મિત્રતા થઇ હતી અને સાથે ફરતા હતા. તે સમયે જીગ્નેશે યુવતી સાથે કેટલાક ફોટા પડાવ્યા હતા. એક વખત જીગ્નેશ ઘરે એકલો હતો ત્યારે રાનીને ઘરે બોલાવી શરીર સંબંધ બાંધ્યો હતો અને વીડિયો-ફોટા પણ પાડી લીધા હતા. થોડા દિવસ બાદ જીગ્નેશે રાનીને તેના નગ્ન ફોટા વીડિયો બતાવ્યા હતા અને ફરી સંબંધ બાંધવા મજબૂર કરી અને દુષ્કર્મ ગુજાર્યુ હતુ.

જીગ્નેશ વીડિયો વાઇરલ કરવાની ધમકી આપતો

લોકડાઉન ખુલ્યા બાદ જીગ્નેશ વીડિયો વાઇરલ કરવાની ધમકી આપતો હતો. પરંતુ રાની મળતી ન હતી. જેથી જીગ્નેશે ફોટા-વીડિયો વાઇરલ કરી નાખતા રાની ડરી ગઇ હતી. જેથી તે ફરી એક હોટલમાં જીગ્નેશને મળી હતી. તે સમયે પણ જીગ્નેશે નગ્ન વીડિયો-ફોટો લઇ લીધા હતા. ત્યારબાદ રાનીએ મળવાનો ઇનકાર કર્યો હતો. જેથી જીગ્નેશે ફોટા-વીડિયો રાનીના
પરિવારને મોકલી આપ્યા હતા. આ મામલે રાનીએ જીગ્નેશ સામે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button