તિસ્તા સેતલવાડ સહિતના આરોપીઓએ ગુજરાતને બદનામ કરવા ઘડેલા કારસામાં ચાર્જશીટના આધાર પર ફ્રેમ ચાર્જ કરાશે. જેંમાં ગુજરાતમાં ગોધરા કાંડ બાદ થયેલ કોમી રમખાણોના કેસમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓને ફસાવવા માટે બનાવટી દસ્તાવેજો તૈયાર કરવાના આરોપસર તિસ્તા સેતલવાડની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં અંતે તેમના વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. જોકે, આ અંગે અંતિમ ચુકાદો ગુજરાત હાઈકોર્ટે જ કરવાનો રહેશે.
કોર્ટમાં 7,000 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી
ઉલ્લેખનીય છે કે તિસ્તા સેતલવાડ સામે કોર્ટમાં 7,000 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તિસ્તા સેતલવાડે ગુજરાતને બદનામ કરવાનો કારસો ઘડ્યો હતો. SITની ચાર્જશીટમાં આ મામલે વધુ ખુલાસા થયા છે. આ મામલે 7 વ્યક્તિઓના કલમ 164 કલમ અંતર્ગત નિવેદન લેવામાં આવ્યા છે. આ કેસમાં મુખ્ય આરોપીના રૂપમાં તિસ્તા સેતલવાડનો સમાવેશ કરવામાં આવ્યો છે. તિસ્તા સેતલવાડ ઉપરાંત IPS શ્રી કુમાર અને સંજીવ કુમારનો આરોપીઓ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. તે સિવાય પૂર્વ IPS રાહુલ શર્માને સાક્ષી બનાવવામાં આવ્યા છે. આ મામલે કોર્ટમાં આગામી સપ્તાહે ચાર્જશીટના આધાર પર ચાર્જ ફ્રેમ કરવામાં આવશે. તેમાં સંજીવ ભટ્ટ અને રાહુલ શર્મા વચ્ચેના મેઈલ પુરાવા તરીકે રજૂ કરવામાં આવેલા છે.
જાણો શું હતો સમગ્ર મામલો:
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે એવો દાવો કર્યો છે કે, તિસ્તા સેતલવાડની એક સંસ્થાએ ગુજરાતના રમખાણ અંગે ખોટી માહિતી આપી હતી. દેશની સુપ્રીમ કોર્ટે મુખ્યમંત્રી પદે રહેલા નરેન્દ્ર મોદીને ગુજરાતમાં રમખાણ મામલે ક્લિન ચીટ આપી હતી. ગૃહપ્રધાન શાહનું નિવેદન આ ક્લિન ચીટ બાદ સામે આવ્યું હતુ. વર્ષ 2002માં ગુજરાતમાં જે રમખાણ થયા હતા એ મામલો હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. જેને લઈને કોર્ટે હાલ વડાપ્રધાન અને એ સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે તપાસની અરજી ફગાવી હતી.
તિસ્તા સેતલવાડ વિશે જાણો:
તિસ્તા સેતલવાડ સિટીઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસ (CJP) નામની સંસ્થા સેક્રેટરી છે. જે 2002ના ગુજરાત રમખાણોના પીડિતોની વકીલાત કરવા માટે રચાયેલી સંસ્થા હતી. CJP એ 2002 ના ગુજરાત રમખાણોમાં કથિત સંડોવણી બદલ નરેન્દ્ર મોદી અને અન્ય ઘણા રાજકારણીઓ તેમજ સરકારી અધિકારીઓ સામે ફોજદારી ટ્રાયલની માંગ કરતી કાયદેસરની અરજી કરી હતી.