ગુજરાતમાં આગામી દિવસોમાં સિંગ તેલના ભાવમાં વધારો થશે. કારણ કે રાજ્યમાં 26 લાખ ટન મગફળીના ઉત્પાદનનો અંદાજ છે. જેમાં ગત સાલ 33.40 લાખ ટન ઉત્પાદન હતું. તેમાં ગત સાલ કરતા 20 ટકા જેવું ઓછુ ઉત્પાદન આ વખતે થયુ છે. તેથી ઓછા ઉત્પાદનની સીધી અસર સિંગતેલના ઉત્પાદન ઉપર પણ પડશે.
ગત સાલ કરતા 20 ટકા જેવું ઓછુ ઉત્પાદન
ગુજરાતના રોકડીયા પાક પૈકીના કપાસ અને મગફળી પૈકી મગફળીનું ચાલુ સાલે ઉત્પાદન ગત સાલની સરખામણીએ ઘટે તેવું અનુમાન ગુજરાત ખાદ્યતેલ-તેલીબીયા સંગઠન દ્વારા
માંડવામાં આવ્યુ છે. અને કહયું હતું કે, ગત સાલ કરતા 20 ટકા જેવું ઓછુ ઉત્પાદન થતા તેની સીધી અસર સિંગતેલના ઉત્પાદન ઉપર પણ પડશે. ગુજરાતમાં ગત સાલ 33.40 લાખ ટન મગફળીનુ ઉત્પાદન થયું હતુ. તેની સરખામણીએ ચાલુ વર્ષે રાજયમાં 26.24 લાખ ટન મગફળીનું ઉત્પાદન થાય તેવું જણાય રહયું છે.
પોરબંદર 1.11 લાખ ટનનો અંદાજ બાંધવામાં આવ્યો
મગફળીના ઓછા ઉત્પાદન પાછળ વિવિધ કારણ જવાબદાર હોવાનું ગુજરાત રાજય ખાદ્યતેલ- તેલીબીયા સંગઠને કહયું હતું. આ સંગઠનના દાવા પ્રમાણે રોકડીયા પાક મગફળીના ઓછા ઉત્પાદનને કારણે સિંગતેલનું ઉત્પાદન પણ ઓછુ થતા સિઝનમાં પણ સિંગતેલના ભાવ ટકેલા રહેશે. હાલ મગફળીની રાજકોટ યાર્ડમાં મગફળી જાડીની મંગળવારે 1340 ક્વીન્ટલની આવક વચ્ચે રૂ.950થી 1340 ભાવ હતા. જયારે જીણી મગફળીની 1900 ક્વીન્ટલની આવક વચ્ચે 1000થી 1360નો ભાવ હતો. જિલ્લાવાર મગફળી ઉત્પાદનના આંકડા જોઈએ તો રાજકોટ જિલ્લામાં 3.64 લાખ ટન, જૂનાગઢ જિલ્લામાં 3.84 લાખ ટન,જામનગર 2.51 લાખ ટન, અમરેલી 2.35 લાખ ટન, ગિર સોમનાથ 1.50 લાખ ટન, મોરબી 0.81 લાખ ટન, પોરબંદર 1.11 લાખ ટનનો અંદાજ બાંધવામાં આવ્યો છે.