ડીસામાં વાદળછાયું વાતાવરણ, વરસાદી છાંટાથી ખેડૂતના જીવ પડીકે બંધાયા
પાલનપુર: ડીસા સહિત સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે ચોમાસાની વિદાય ની જાહેરાત કરવામાં આવી છે. તેમ છતાં પણ ડીસા સહિત સમગ્ર બનાસકાંઠામાં ગુરુવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા હતા. જોકે હજુ વધુ વરસાદ થાય તો મગફળી સહિતના તૈયાર પાકને નુકશાન થવાની પણ શકયતા ના પગલે ધરતીપુત્રોના જીવ પડીકે બંધાયા હતા. જોકે હવામાન વિભાગ દ્વારા આજનો દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ વરસાદની શકયતા નહિવત હોવાનું પણ જણાવાયું છે.
આ પણ વાંચો : PM ગતિશક્તિ’ ઇન્ટીગ્રેટેડ માસ્ટર પ્લાન પોર્ટલ લોન્ચ કરનારૂ પ્રથમ રાજ્ય બન્યું ગુજરાત
હવામાન વિભાગ દ્વારા અનુમાન, વરસાદની નહિવત શકયતા
દરમિયાન સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં વરસાદી વાતાવરણ છવાયું હતું અને હળવો વરસાદ પડવો શરૂ થયો હતો. જેના પગલે માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલા અનાજને ઢાંકવાની ફરજ પડી હતી.