- વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 30 એપ્રિલના રોજ થયું હતું જે ભારતમાં નહોતું દેખાયું.
- વર્ષનું બીજુ સૂર્યગ્રહણ 25 ઓક્ટોબરના રોજ ભારતમાં દેખાશે.
વર્ષ 2022નું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ ઓક્ટોબર મહિનામાં થશે. 25 ઓક્ટોબરે ભારતમાં બીજુ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે. વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 30 એપ્રિલના રોજ થયું હતું જે ભારતમાં નહોતું દેખાયું. ઓક્ટોબરમાં સૂર્યગ્રહણનો સમયગાળો 04 કલાક 3 મિનિટનો રહેશે. ગ્રહણ દરમિયાન સૂર્ય તુલા રાશિમાં રહેશે આ તેની નીચ રાશિ માનવામાં આવે છે. તહેવારનાં સમયે પડતું આ સૂર્ય ગ્રહણ આમતો તમામ 12 રાશિઓનાં જીવન પર અસર પાડશે પણ આ 4 રાશિનાં જાતકોએ ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે.
તુલા
તુલા રાશિના લોકોને આ સૂર્યગ્રહણની સૌથી વધુ અસર જોવા મળશે. આ સમયગાળા દરમિયાન તમને આર્થિક નુકસાન થવાની સંભાવના છે. સ્વાસ્થ્યનું ધ્યન રાખવું. વાહન ચલાવતી વખતે સાવચેત રહેવું. આ ગ્રહણ તમારી મુશ્કેલીઓ વધારી શકે છે.
વૃષભ
આ રાશિના લોકોએ ગ્રહણના સમયમાં પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. આ સમય દરમિયાન માનસિક તણાવ ન લેવો. તમારું મન કોઈ વાતને લઈને પરેશાન થઈ શકે છે. તમારે નાણાકીય મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
મિથુન
મિથુન રાશિના જાતકોએ ગ્રહણના સમયમાં પોતાના નાણાકીય બજેટનું ધ્યાન રાખવું જરૂરી છે. આ સમય દરમિયાન તમારો ખર્ચ વધી શકે છે. આવકમાં ઘટાડો થઈ શકે છે. જીવનસાથી સાથે અણબનાવના સંકેતો છે.
કન્યા
કન્યા રાશિના જાતકોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ સમયગાળા દરમિયાન તમારે નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. રોકાણ કરતા પહેલા કોઈ વડીલની સલાહ જરૂર લેવી.
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના લોકોને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ધનહાનિના સંકેતો છે. ગ્રહણ કાળમાં પૈસાનું ખાસ ધ્યાન રાખો. રોકાણ કરવાનું ટાળો.
મકર
ગ્રહણની સૌથી વધુ અસર મકર રાશિના લોકોના સ્વાસ્થ્ય પર પડશે. આ દરમિયાન તમારે ધીરજ રાખવાની જરૂર છે. મન કોઈ વાતને લઈને પરેશાન થઈ શકે છે.