બનાસકાંઠા : ખેડામાં કરણી સેનાના યુવકો સામે ફરિયાદ મામલે ડીસામાં આવેદનપત્ર
પાલનપુર: ડીસામાં કરણી સેના દ્વારા સમાજના બે યુવાનો ઉપર થયેલી ખોટી ફરિયાદ મામલે ડીસા નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને ખોટી ફરિયાદ હોવાનું જણાવી બી સમરી ભરવા માંગ કરવામાં આવી છે.મધ્ય ગુજરાતમાં ખેડા પોલીસ મથકમાં સર્વ સમાજના સ્થાપક અને કરણી સેનાના કાર્યકારી અધ્યક્ષ મહિપતસિંહ ચૌહાણ અને અન્ય બે યુવકો ઉપર ચિત્રાસરમાં રહેતા એક સિક્યોરિટી કર્મચારી દ્વારા ગંભીર ધારામાં ફરિયાદ કરેલી હોઈ આ બાબતે ડીસા કરણી સેના દ્વારા જણાવાયું છે કે, મહિપતસિંહ ખાનગી કમ્પનીઓમાં નોકરી કરતા કર્મચારીઓ માટે ન્યાય અને હક માટે અધિકાર અપાવવાનુ કામ કરે છે. ત્યારે કરણી સેના દ્વારા ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજુઆત કરતા જણાવ્યું હતું કે, મહીપતસિંહ ઉપર થયેલી ખોટી ફરિયાદમાં બી સમરી ભરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ના થાય તે માટે ઉચિત સૂચનાનું પાલન કરવામાં આવે તેમજ દોષીતો સામે કાર્યવાહી કરવાની પણ માગ કરી હતી.
આ પણ વાંચો : ભિલાઈમાં બાળકોની ચોરીની શંકામાં 3 સાધુઓને ઢોર માર મારતા ઈજાગ્રસ્ત, પોલીસ પર પણ કર્યો હુમલો