ગુજરાતટોપ ન્યૂઝનેશનલ

નવી શરૂ થયેલી ‘વંદે ભારત ટ્રેન’ને અમદાવાદ નજીક નડ્યો અકસ્માત, જુઓ વિડીયો

Text To Speech

હજી નવી જ શરૂ થયેલી ટ્રેન વંદેભારતને અકસ્માત નડ્યો છે. મુંબઈથી અમદાવાદ આવી રહેલી વંદેભારત ટ્રેનને અમદાવાદથી નજીક વટવા મણીનગર વચ્ચે ચાર ભેંસ ટ્રેનની વચ્ચે આવી જતા અકસ્માત થયો હતો. જોકે ટ્રેનના મુસાફરોને કે અન્ય કોઈને પણ કોઈ નુકસાન થયું નથી પરંતુ ટ્રેનના આગળના ભાગ પર નુકસાન થયું છે.

હાલમાં જ વડાપ્રધાન મોદી દ્વારા ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે 16 કોચવાળી વંદે ભારત ટ્રેનને શરૂ કરવામાં આવી છે. જેમાં પહેલાં જ અઠવાડિયે આ પ્રકારની ઘટના બનવાના કારણે ભારતીય રેલવેની સુરક્ષા સામે સવાલો ઉઠી રહ્યા છે. આ ટ્રેનની ઝડપ 160 કિમી પ્રતિકલાકની છે, ત્યારે આ પ્રકારની ઘટના રેલવે વિભાગ માટે પણ આંખ ખોલનારી છે.

vande bharat HD news 01

આજે સવારે 11:00 કલાક આસપાસ વટવા અને મણિનગર વચ્ચે સેમી હાઈ-સ્પીડ મુંબઈ-અમદાવાદ વંદેભારત એક્સપ્રેસને ભેંસ અથડાઈ હતી. આ કારણે ટ્રેન 10 મિનિટ સુધી ઉભી રહી હતી અને બાદમાં રાબેતા મુજબ તેની સેવા શરૂ કરાઈ હતી.

vande bharat HD news 03
અકસ્માત બાદ ટ્રેનનો આગળનો એક હિસ્સો ચિરાઈને ખુલી ગયો

આ વંદે ભારત ટ્રેન પહેલી વખત ‘KAVACH’ (ટ્રેન કોલાઇઝન અવોઇડન્સ સિસ્ટમ) ટેક્નિકથી લોન્ચ કરવામાં આવી છે. આ ટેક્નિકની મદદથી બે ટ્રેનના એક્સિડન્ટ અટકાવી શકાય છે. આ ટેક્નિક દેશમાં જ વિકસિત કરવામાં આવી હોવાથી તેનો ખર્ચ ઘણો ઓછો છે.

આ પણ વાંચો : કેરળના પલક્કડ જિલ્લામાં 2 બસ વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 9નાં મોત, 40 ઘાયલ

Back to top button