મનોરંજન

સુષ્મિતા શેનનો તાલી લુક: કિન્નરના રોલમાં જોવા મળશે અભિનેત્રી

Text To Speech

પૂર્વ મિસ યુનિવર્સ બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન ફરી એકવાર દર્શકોનું મનોરંજન કરવા આવી રહી છે. સોશિયલ મીડિયા પર, સુષ્મિતાએ તેની આગામી વેબ સિરીઝનો ફર્સ્ટ લુક શેર કર્યો છે જે ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. સુષ્મિતા સેનનો લૂક જોઈને લાગે છે કે તે આ સિરીઝમાં ટ્રાન્સજેન્ડરનો રોલ કરવા જઈ રહી છે. આ પહેલીવાર હશે જ્યારે સુષ્મિતા સ્ક્રીન પર ટ્રાન્સજેન્ડરનું પાત્ર ભજવતી જોવા મળશે. સુષ્મિતા સેનના આ લૂક પોસ્ટરને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેના પ્રોજેક્ટ માટે તેને અભિનંદન આપી રહ્યા છે.

ટ્રાન્સજેન્ડર ગૌરી સાવંતનું પાત્ર ભજવશે

hum dekhenge
આ વેબ સિરીઝમાં ટ્રાન્સજેન્ડર ગૌરી સાવંતનું પાત્ર ભજવવા જઈ રહી છે.

રિપોર્ટ્સ અનુસાર, સુષ્મિતા સેન આ વેબ સિરીઝમાં ટ્રાન્સજેન્ડર ગૌરી સાવંતનું પાત્ર ભજવવા જઈ રહી છે. જો રિપોર્ટ્સનું માનીએ તો આ સિરીઝમાં કુલ છ એપિસોડ હશે, જેમાં સુષ્મિતા ટ્રાન્સજેન્ડર ગૌરીના જીવનના વિવિધ પાસાઓ બતાવશે. આ શ્રેણીમાં ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર માતા બનવામાં આવતી અડચણો પણ બતાવવામાં આવશે. ત્યારેને લઈને ચાહકો એક્સાઈટેડ થઈ રહ્યા છે સુષ્મિતાએ વેબ સિરીઝનો ફસ્ટ લુક ઈનસ્ટા ગ્રામ પર શેરે કર્યો હતો જેંમાં તેને ડિસક્રીપ્સનમાં લખ્યુ હતુ કે “બજાઉંગી નહીં, બજવાઉંગી”

સુષ્મિતાનું ડિજિટલ ડેબ્યૂ

સુષ્મિતા સેને વેબ સિરીઝ આર્યાથી ડિજિટલ ડેબ્યૂ કર્યું હતું. આ સિરીઝમાં સુષ્મિતાના અભિનયના ખૂબ વખાણ થયા હતા. સુષ્મિતા સેન છેલ્લે ‘આર્યા’ની બીજી સીઝનમાં જોવા મળી હતી.

તાલીનું શૂટિંગ નવો પ્રોજેક્ટ પર હાથમાં

મળતી માહિતી મુજબ, વેબ સીરીઝ તાલીનું શૂટિંગ પૂર્ણ કર્યા બાદ સુષ્મિતા તેની હિટ વેબ સીરીઝ ‘આર્યા 3’નું શૂટિંગ શરૂ કરશે. સુષ્મિતા પોતાની પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફને લઈને અવાર-નવાર હેડલાઈન્સમાં રહે છે. સુષ્મિતાએ ટ્વિંકલ ખન્નાના શોમાં ખુલાસો કર્યો હતો કે તેણે ત્રણ વખત લગ્ન કરતી કરતી રહી ગઈ છે. જો કે, સુષ્મિતાએ એમ પણ કહ્યું કે તેના લગ્ન ન કરવા પાછળ તેની પુત્રીઓ ક્યારેય કારણભૂત નથી. તે તેનો અંગત નિર્ણય હતો અને ભગવાને તેને બચાવી લીધી.

આ પણ વાંચો: સોશિયલ મીડિયા પર #BoycottBrahmastra સામે #WELOVEALIABHATT કેમ થવા લાગ્યું ટ્રેન્ડ ?

Back to top button