સુરત : વધુ એક દીકરી પર હુમલો, એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ કિશોરી પર ચપ્પુથી કર્યો હુમલો
સુરતમાં બહુચર્ચિત ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીની જાહેરમાં ગળુ કાપી હત્યા કરી નાખવાની ઘટનાના પડઘા હજુ શાંત થયા નથી,ત્યાં ફરી એક વાર આ પ્રકારની ઘટના સામે આવી છે. આ વખતે ટપોરીના નિશાને 14 વર્ષીય વિદ્યાર્થીની આવી છે. એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ કિશોરી પર ચપ્પુ વડે હુમલો કર્યો. જેના પગલે કિશોરીને ગાલ પર ગંભીર ઇજા પહોંચી છે અને 17 ટાંકા આવ્યા છે.
પાંડેસરાની ગૌરી નગર સોસાયટીમાં રહેતી કિશોરી ધોરણ-8માં અભ્યાસ કરે છે અને 14 વર્ષની કિશોરી પર જીવલેણ હુમલો કરીને યુવક મહારાષ્ટ્ર ભાગી ગયો છે. ત્યારે પોલીસે તેને શોધવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. માહિતી મુજબ છેલ્લા કેટલાંક સમયથી યુવક વિદ્યાર્થીનીને હેરાન કરતો હતો. તો વિદ્યાર્થીનીએ પોતાના વાલીને પણ હેરાનગતિની જાણ કરી હતી. ત્યારે સુરતમાં ફરી એકવાર ગ્રીષ્મા વેકરીયા જેવી ઘટના બનતા રહી ગઇ. હાલ પાંડેસરા પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીના ભાઇની અટકાયત કરી છે.
આ પણ વાંચો : જામનગર : કાલાવડના મોટા વડાળા ગામેથી વધુ 15 પેટી ડુપ્લીકેટ ચલણી નોટ મળી આવી
પીડિત દ્વારા પોલીસને આપવામાં આવેલી માહિતી અનુસાર, કાલુ નામનો યુવક કેટલાય દિવસોથી તેનો પીછો કરતો હતો. તે તેના એકતરફી પ્રેમમાં પાગલ હતો. મારા પાડોશમાં એક મહિલા રહે છે, જેના ઘરે તે આવતોજતો હતો. યુવકે અનેકવાર કિશોરી સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કિશોરીએ તેની સાથે વાત કરી ન હતી. છતા યુવક તેની સાથે સંબંધ રાખવા દબાણ કરતો હતો. તેથી ગુસ્સાયેલા કાલુએ તેના પર ચપ્પુથી હુમલો કર્યો.