ગુજરાતચૂંટણી 2022

કોંગ્રેસનો સાથ છોડનાર હર્ષદ રિબડીયા આજે વિધિવત ‘કેસરિયો’ ધારણ કરશે

Text To Speech

ગુજરાત વિધાનસભા ચૂંટણીના ટાણે પક્ષ પલટાના એંધાણ વર્તાય રહ્યા છે ત્યારે કોગ્રેસના જ કાર્યકરો હવે પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાય રહ્યા છે. એક તરફ ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરુ થઈ ગયુ છે ને ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત પણ થઈ શકે છે, ત્યારે દરેક રાજકીય પક્ષ મહતમ બેઠકો હાંસલ કરવા એડી ચોટીનુ જોર લગાવી રહ્યા છે. જો કે પક્ષપલટાના કારણે હાલ કોંગ્રેસની સ્થિતિ કથળી છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા હર્ષદ રિબડીયાએકોંગ્રેસના સભ્યપદેથી અને ધારાસભ્યના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ હવે રિબડીયા આજે વિધિવત રીતે ભાજપનો કેસરીયો ધારણ કરશે.

સી.આર.પાટીલની હાજરીમાં તેઓ કેસરિયો ધારણ કરી શકે છે
મળતી માહિતી મુજબ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં આયોજીત ખાસ કાર્યક્રમમાં હર્ષદ રિબડીયા પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે. અને સી.આર.પાટીલની હાજરીમાં તેઓ કેસરિયો ધારણ કરી શકે છે. એવા પણ તર્ક થઈ રહ્યા છે કે, તેઓ વિસાવદર બેઠક પર ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે.

સુખરામ રાઠવાની પ્રતિક્રિયા, ‘કોઈના જવાથી કંઈ અટકતું નથી’
ત્યારે હર્ષદ રિબડીયાએ અંગે વિધાનસભામાં વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ‘અમે ચિંતન કરીશું આ પરિસ્થિતિનું’, ‘કોઈના જવાથી કંઈ અટકતું નથી. ભાજપ પાસે સારા ચહેરા નથી એટલે કોંગ્રેસ તોડે છે. કોંગ્રેસમાં શું ઉણપ છે તેનું મંથન ચાલી રહ્યું છે. ટિકિટ નહીં મળવાની આશંકાથી રાજીનામું અપાતું હોય તેવી શક્યતા દેખાઈ રહી છે.

2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવ્યા હતા
ઉલ્લેખનીય છે કે, હર્ષદ રિબડિંયાએ 2017ની વિધાનસભા ચૂંટણી કોંગ્રેસની ટિકિટ પરથી લડી હતી. વિસાવદર વિધાનસભા સીટ પરથી મેદાનમાં ઉતરેલા રિબડિયાએ ભાજપના ઉમેદવાર કિરિટ પટેલને હરાવ્યા હતા. હર્ષદ રિબડિયાને 81882 મત મળ્યા હતા. 2017ની ચૂંટણીમાં હર્ષદ રિબડિયાને 54.69 મત તો ભાજપના ઉમેદવારને 39.26 ટકા મત મળ્યા હતા.

આ પણ વાંચો: રીબડિયાના કૉંગ્રેસને રામ-રામ, શું હવે કરશે કેસરિયા ?

Back to top button