થરાદ તાલુકાની પ્રાથમિક શાળામાં રિઝલ્ટમાં છબરડાં કરનાર શિક્ષકને સસ્પેન્ડ કર્યો
પાલનપુરઃ થરાદ તાલુકાની પ્રાથમિક શાળામાં રિઝલ્ટના ગોટાળા મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કડક કાર્યવાહી કરી છે. શિક્ષણાધિકારીની તપાસમાં શિક્ષકની બેદરકારી સામે આવતા સસ્પેન્ડ કરાયા છે. જો કે બીઆરસી અને સીઆરસીની સમગ્ર મામલે શિક્ષણ અધિકારીએ તપાસ સમિતિ રચી હતી. જેમાં ધોરણ 8ના વિદ્યાર્થીને વાર્ષિક મૂલ્યાંકન કરતાં માર્કશીટમાં વધુ ગુણ અપાયા હતા. જેને લઈ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ થરાદ તાલુકાની પ્રાથમિક શાળાના શિક્ષકને સસ્પેન્ડ કર્યા છે.
થરાદ તાલુકાના પ્રાથમિક શાળામાં ધોરણ 8ના પરિણામપત્રમાં મસ્ત મોટા છબરડાવાળું એક વિદ્યાર્થીનું રિઝલ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચર્ચાનો વિષય બની ગયો છે. ત્યારે શિક્ષણને સવાલો ઉભા થઈ રહ્યાં હતાં. જો કે સમગ્ર બાબતે બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને તપાસમાં શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવતાં શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.