મનોરંજન

આયુષ શર્માની ત્રીજી ફિલ્મનું ટીઝર થયું રીલીઝ

Text To Speech

દશેરાના ખાસ અવસર પર બોલિવૂડ સ્ટાર આયુષ શર્માએ તેની આગામી ફિલ્મની ઝલક લોન્ચ કરી છે. અનટાઈટલ પ્રોજેક્ટ #AS03 બોલિવૂડમાં તેની ત્રીજી ફિલ્મ છે. આયુષની આ આગામી ફિલ્મનું ટીઝર ગૂઝબમ્પ્સ આપશે. તેના ટીઝરમાં જંગલની ભીષણ, અંધારી અને ડરામણી દુનિયાની ઝલક રજૂ કરવામાં આવી છે.

સાઉથ ઈન્ડિયન માર્કેટના ટ્રેન્ડને પગલે મેકર્સે આયુષ શર્માની ત્રીજી ફિલ્મ AS03ની જાહેરાત કરી છે, આ પ્રકારની જાહેરાત કરનાર તે પ્રથમ બોલિવૂડ એક્ટર બન્યો છે, જો કે, ફિલ્મની વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી. પરંતુ આયુષ શર્માએ ટીઝર રિલીઝ કરી દીધું છે. મિથો મોડર્ન એક્શન એડવેન્ચરનું, જે વર્ષ 2023માં રિલીઝ થશે.

 

View this post on Instagram

 

A post shared by Aayush Sharma (@aaysharma)

જો કે, તાજેતરમાં જ અભિનેતાએ તેના વર્કઆઉટના કેટલાક વીડિયો અને ફોટા શેર કરીને તેના આગામી પ્રોજેક્ટ વિશે દર્શકોનો ઉત્સાહ વધાર્યો હતો. આવી સ્થિતિમાં હવે ફિલ્મના ટીઝરમાં આયુષ શર્માની શાનદાર બોડીને યોદ્ધા વ્યક્તિત્વ સાથે બીસ્ટ મોડમાં બતાવવામાં આવી છે.

આયુષ શર્માએ આ ફિલ્મ વિશે શેર કર્યું છે, “AS03 એક ખૂબ જ ખાસ ફિલ્મ છે, જે એક અદ્ભુત કોન્સેપ્ટ સાથે આવે છે, જે તરત જ મારી સાથે જોડાઈ જાય છે. આ એક ખૂબ જ અનોખી, રસપ્રદ અને રોમાંચક ફિલ્મ છે, જેમાં આ મુવીને રસ વિઝન અને કોન્સેપ્ટ રાજુ કરવા માટે એક કુશળ ટીમ બહુ મેહનત કરી રહી છે. હું દરરોજ તેના પર કામ કરીને આશ્ચર્યચકિત છું, અને પ્રેક્ષકો દ્વારા આ વિશ્વની શોધ કરવા માટે ઉત્સાહિત છું.”

અદ્ભુત VFX અને સિનેમેટોગ્રાફી સાથે, ટીઝર કોઈ શંકા વિના વિઝ્યુઅલ ટ્રીટ બનવે છે. જે ફિલ્મ માટે પ્રેક્ષકોના ઉત્સાહમાં વધારો કરે છે. તેમજ આ મુવીના અપબીટ અને ઇનટેશ બેકગ્રાઉન્ડ મ્યુઝીકે પણ ટીઝર સાથે જોડાયેલ રહસ્ય અને રસમાં પણ ઉમેરો કર્યો છે.

Back to top button