ઉત્તર ગુજરાતગુજરાત

નવરાત્રિ: વિશ્વ કલ્યાણ અર્થે મોડાસામાં પંદર કુંડી ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન

Text To Speech
  • નવરાત્રિ ગાયત્રી અનુષ્ઠાન સાધનાની 200 સાધકો દ્વારા દશેરાએ પૂર્ણાહુતિ

પાલનપુર : આસો નવરાત્રિ દરમિયાન સૌ ગરબા રમવામાં મશગુલ હોય છે. જ્યારે ગાયત્રી સાધકો આ નવરાત્રિના દિવ્ય ઉર્જાવાન સમયમાં સાધનાત્મક લાભાવીન્ત થતાં હોય છે. ગાયત્રી પરિવારના અગ્રણી હરેશભાઈ કંસારાના જણાવ્યા અનુસાર આ આસો નવરાત્રિમાં મોડાસા ક્ષેત્રમાં અનેક ગાયત્રી સાધકો દ્વારા વિશેષ ગાયત્રી અનુષ્ઠાન સાધના કરવામાં આવી.

જેમાં વિશ્વ કલ્યાણના સંકલ્પ સાથે ગાયત્રી મહામંત્રની દરરોજની 30 માળા થઈ 240 માળા એટલે નવરાત્રિ દરમિયાન 24000 ગાયત્રી મહામંત્રની ઉપાસનામાં દરરોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ત્રણ ચાર વાગ્યાની આસપાસ જાગી 200 સાધકો દરરોજ ત્રણેક કલાક સાધનામાં લીન રહી વિશેષ સાધના કરવામાં આવી. આ ઉપરાંત બહેનો દ્વારા મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર પર દરરોજ દોઢ કલાક સામુહિક સાધના કરવામાં આવી. આ સિવાય અનેક સાધકો દ્વારા નવરાત્રિના દિવ્ય સમયમાં ગાયત્રી મંત્ર લેખન કરવામાં આવ્યું.

ગાયત્રી મહાયજ્ઞ-HUMDEKHENGENEWS
આ તમામ સાધકો દશેરાના પવિત્ર દિવસે મોડાસાના ગાયત્રી સંસ્કાર ધામ ખાતે પંદર કુંડી ગાયત્રી મહાયજ્ઞમાં જોડાયા. ધર્માભાઈ પટેલ તથા રસિકભાઈ દરજી દ્વારા દિપ પ્રજલિત કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. કાન્તિભાઈ ચૌહાણ તથા મંજુલાબેન ચૌહાણ દ્વારા વિશેષ કલશ પૂજન કરવામાં આવ્યું . તેમજ નવિનભાઈ ત્રિવેદી , અમૃતભાઈ પટેલ તથા જશોદાબેન પટેલ દ્વારા દેવ પૂજન સંપન્ન થયું. 200 ઉપરાંત સાધકોએ ગાયત્રી મહામંત્ર તેમજ અનેક વિવિધ મંત્રોચ્ચાર સાથે હિમાલયની જડીબુટ્ટીઓ યુક્ત હવન સામગ્રીની આહુતિઓ અર્પણ કરી.

નવરાત્રિ-HUMDEKHENGENEWS
નવરાત્રિ અનુષ્ઠાન સાધનાની આ પૂર્ણાહુતિ યજ્ઞમાં જોડાયેલ સૌ સાધકોએ પોતાની સાધનાની ઉર્જાનો માનવમાત્રના ઉજ્જવળ ભવિષ્ય તેમજ સદ્વિચારોની ક્રાન્તિ તેમજ ગાયત્રી પરિવાર દ્વારા જન સમાજની સેવારુપ અનેક રચનાત્મક આંદોલન માટે અથાગ પ્રયત્નશીલ રહેવા સૌ સંકલ્પિત થયા.

આ સમગ્ર કાર્યક્રમનું કર્મકાંડ કિરિટભાઈ સોની તથા અરવિંદભાઈ કંસારાએ શુદ્ધ મંત્રોચ્ચાર સાથે સંચાલન કર્યું. આ ઉપરાંત અનેક ભાઈઓ બહેનોએ આ સમગ્ર આયોજન સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

આ પણ વાંચો : પાલનપુર : ડીસામાં મંડળીની લોન ના ભરનારને છ માસની કેદ

Back to top button