ગુજરાતટોપ ન્યૂઝ

ગૃહરાજ્ય મંત્રીની દશેરા પર પથ્થરમારો કરનારાને ચેતવણી,”કાયદામાં રહો તો જ ફાયદામાં રહેશો”

Text To Speech

નવરાત્રિમાં રાજ્યમાં શાંતિનો માહોલ હતો પણ છેલ્લા 2-3 દિવસમાં કેટલાંક અસમાજિક તત્વો દ્વારા શાંથિ ડહોળવાની કોશિશ કરવામાં આવી હતી. જેના મુદ્દા પર આજે વિજ્યાદશમી પર શસ્ત્રો પૂજા બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવી આ તત્વોની ઝાટકણી કરતાં કહ્યું કે, અસમાજિક તત્વોએ સમજી જવું પડશે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો.

હર્ષ સંઘવીએ ધાર્મિક તહેવારોમાં શાંતિ ડહોળવા સહિતના મુદ્દા પર નિવેદન આપ્યું હતું. નોંધનીય છે કે ઉંઢેલા ગામમાં મોડી રાત્રે અન્ય સમુદાયનાં 200થી વધુ લોકોના ટોળાએ આવીને પથ્થરમારો કર્યો હતો. જેના પરિણામે અહીં સ્થિતિ કથળી હતી. જોકે પોલીસે ત્યારપછી કાર્યવાહી હાથ ધરી તેમની સામે કડક પગલા ભર્યા હતા.

ગૃહરાજ્ય મંત્રીએ કહ્યું કે, આવું કૃત્ય ક્યારેય સમાજ સ્વીકારશે નહીં. આનાથી ધાર્મિક પ્રસંગે શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. વળી અસામાજિક તત્વોને ચેતવણી આપતા તેમણે કહ્યું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. ઉલ્લેખનીય છે કે ગરબા દરમિયાન થયેલા પથ્થરમારાની ઘટના ઘણી ચોંકાવનારી હતી.

હાલમાં જ એક સમુદાયના લોકોએ અહીં ગરબા ન રમવા તથા ડીજેના સાઉન્ડને બંધ રાખવા ટકોર કરી હતી. તેના સામે લોકોએ કહ્યું કે અમે કેમ ગરબા ન રમીએ. બસ આ દરમિયાન વાતચીત થઈ તેમાં અન્ય સમુદાયના લોકોના એક જૂથે પથ્થર મારો કર્યો હતો. જેમાં 6 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. અત્યારે તેઓ સારવાર હેઠળ છે.

આ પણ વાંચો : વિજયાદશમી પર CM ભૂપેન્દ્ર પટેલે શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્રપૂજન કર્યું,મોદીએ શરૂ કરેલી પરંપરા જાળવી રાખી

Back to top button