એક શ્રાપના કારણે રાવણ સીતાજીને સ્પર્શ શુદ્ધા કરી શકતો ન હતો, જાણો તેની પાછળનું કારણ
રાવણએ જ્યારે માતા સીતાનું હરણ કર્યુ તે બાદ તે માતા સીતાને અશોકે વાટીકામાં રાક્ષસણીઓની નીગરાનીમાં રાખવામાં આવ્યા હતા. ત્યારે ઘણા લોકો દશેરના તહેવાર પર રાવણને સમર્થન આપતા કહે છે કે રાવણ એક સારો વ્યક્તિ હતો કેમકે ભલે તેણે સીતાજીનું હરણ કર્યું પરંતુ તેમણે ક્યારે સીતાજી ને સ્પર્શ કર્યો ન હતો. સીતા તેમની કેદમાં હોવા છતાં રાવણે સીતા સાથે સારો વ્યવહાર કર્યો હતો. ત્યારે આ રાવણના સારા વ્યવહાર પાછડ પણ કારણ છે અને તે છે સતી રંભાએ આપેલો શ્રાપ.
હિંદુ વિરોધીઓનું રાવણને સમર્થન
હિંદુ વિરોધીઓ રાવણના આ પરિપ્રેક્ષ્યને રજૂ કરી દશેરા તહેવાર ઉજવવો કે નહી તેના પર પ્રશ્નાર્થ લગાવે છે. આ તેમની અજ્ઞાનતા છે. રાવણે ભલે સીતાજીનું હરણ કરી તેમને પોતાને ત્યાં કેદ કર્યા. પરંતુ સીતાજીની શક્તિના પ્રતાપે રાવણ તેમને સ્પર્શ સુદ્ધાં ના કરી શક્યો. સીતાજી તેમના તમામ પ્રલોભનોને નકાર્યા અને વનમાં તેની તે જ પરિસ્થીતીમાં રહ્યા.
રાવણ એક કપટી વ્યક્તિ
રાવણ સીતાજીને જોયા ત્યારથી તેમના પર મોહિત થયો હતો. સીતાજી પતિવ્રતા નારી હોવાથી તેમના વશમાં આવે તેમ નહોતા આથી છળકપટ કરી સાધુનો વેશ લઈ સીતાજીનું હરણ કર્યું. તેમને પોતાની અશોકવાટીમાં રાખ્યા અને પોતાની પત્ની બનાવવા અનેક પ્રલોભનો તેમજ ધમકીઓ પણ આપી. પણ સીતાજી એકના બે ન થયા. તેમજ રાવણનુ સીતાજીને સ્પર્શ ના કરવા પાછળ તેની સારી દાનત નહીં પરંતુ શ્રાપ મળ્યો હોવાના કારણે તેઓ સીતાજીને સ્પર્શ શુદ્ધાં કરી શકતા નહોતા. અને રાવણને તે શ્રાપ સતી રંભાએ આપ્યો હતો કે ‘તું કોઈપણ નારી સાથે તેની ઇચ્છા વગર તેને પામવાનો પ્રયત્ન કરીશ તો તારો વિનાશ થશે.’
શું હતુ સત્ય?
એકવાર રાવણ કૈલાસ જઈ રહ્યો હતો ત્યાં તેણે સુંદર નારી રંભાને જોઈ અને તેના પર મોહિત થઈ ગયો. રંભા કુબેરના પુત્ર નલકુંવરના પત્ની હતા. કુબેર અને રાવણ ભાઈ હતા પરંતુ બંનેની માતાઓ અલગ હતી. રાવણની માતા કૈકશી હતી જ્યારે કુબેરની માતા ઇલાવિદા હતા. આમ, રંભા રાવણની પુત્રવધુ હોવા છતાં તેમણે સંબંધની મર્યાદા લોપી રંભા પર બળાત્કાર કર્યો. જેથી સતી રંભાએ રાવણને નારીનું અપમાન કરવા બદલ શ્રાપ આપ્યો. રંભાને એકલી જોઈ રાવણે તેને પોતાની વાસનાનો શિકાર બનાવી. રંભાએ ઘણી વિનંતી કરી કે હું તમારા પુત્રની વહુ થાઉં એ સંબંધે હું તમારી પુત્રવધુ છું પરંતુ રાવણે તેની વિંનતી ના સાંભળતા બળાત્કાર કર્યો. આથી રંભાએ રાવણને શ્રાપ આપ્યો કે હવે પછી કોઈપણ નારીની ઇચ્છા વગર તેની સાથે જબરજસ્તી કરીશ ત્યારે તારો વિનાશ થશે. સીતાજી રાવણની કેદમાં હોવા છતાં તેમનો સ્પર્શ ના કર્યો તેની પાછળ સતી રંભાનો શ્રાપ હતો. તે નહોતો ઇચ્છતો કે સીતાજી સાથે બળજબરી કરી તે પોતાના જ વિનાશનું કારણ બને. પરંતુ તેનો પોતાની પત્ની હોવા છતાં અન્ય નારીઓ પર મોહિત થવાના સ્વભાવે જ તેનો વિનાશ કર્યો.
રામે રાવણનો વધ કર્યો તે દિવસને દશેરા તહેવાર તરીકે ભારતમાં ઉજવવામાં આવે છે. દશેરાએ ઉજવાતું રાવણ દહન બતાવે છે કે નારીનું સમ્માન કરો અને જો તમે તમારી લક્ષ્મણ રેખા ઓળંગશો તો જરૂરથી તમારો વિનાશ થશે ભલે તમે ગમે તટેલા શક્તિશાળી કે વિદ્વાન હોવ છતાં ચરિત્ર ખરાબ હશે તો તેની કિમંત ચૂકવવી પડશે.
આ પણ વાંચો: શું આપ જાણો છો, રાવણે અંતિમ સમયે લક્ષ્મણજીને આપ્યો હતો ઉપદેશ ?