મનની શાંતી માટે આટલું અવશ્ય કરો, માનસીક તણાવ માંથી મળશે રાહત
શારીરિક શક્તિ વધારવા માટે યોગાસન ફાયદાકારક છે. યોગના નિયમિત અભ્યાસથી શરીર અને મન બંનેના સ્વાસ્થ્યને ફાયદો થાય છે. યોગ કરવાથી શરીરમાં સ્ફુર્તી આવે છે તેમજ શરીરની શક્તિમાં પણ વધારો થાય છે, આ સાથે જ ધ્યાન અને આત્મવિશ્વાસ પણ વધે છે. આવી સ્થિતિમાં યોગ નિષ્ણાતો નિયમિત યોગાસનને ફાયદાકારક માને છે. તાજેતરના વર્ષોમાં માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ઝડપથી વધારો થયો છે. કોરોના સમયગાળા દરમિયાન લોકોમાં નકારાત્મકતા વધી ગઈ હતી. તેમજ દરરોજની ભાગ દોડ અને સ્ટ્રેસફુલ લાઈફના કારણે માનસિક સ્વાસ્થ્ય સંબંધિત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં યોગાસન દ્વારા માનસિક સ્વાસ્થ્યને સુધારી શકાય છે. એકાગ્રતા વધારવા, તાણ અને ચિંતા દૂર કરવા અને ડિપ્રેશનની સમસ્યાને દૂર કરવા માટે આ યોગાસનોનો અભ્યાસ કરી શકાય છે. માત્રૈ 5 મિનીટ પણ આ આસન તેમજ પ્રાણાયામં કરવામાં આવે તો તેનાથી ઘણો ફાયદો થાય છે.
ઉત્તાનાસન યોગ
માનસિક સ્વાસ્થ્ય સુધારવા અને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મેળવવા ઉત્તાનાસન યોગનો નિયમિત અભ્યાસ કરવો જોઈએ. ઉત્તાનાસન યોગ એ એક તીવ્ર ફોરવર્ડ સ્ટ્રેચ પોઝ છે, જે સમગ્ર પીઠના સ્નાયુઓના ખેચાણનું કામ કરે છે. આ યોગ શરીરમાં શક્તિ લાવે છે, સાથે જ મગજમાં ઓક્સિજનથી ભરપૂર રક્ત પ્રવાહમાં સુધારો કરે છે. તાણ અને ચિંતા ઓછી કરીને મનને શાંત રાખવા ઉત્તાનાસન યોગનો અભ્યાસ કરી શકાય છે.
કોબ્રા પોઝ
ભુજંગાસન કોબ્રા પોઝ દ્વારા કરવામાં આવે છે. આ આસન પીઠની સમસ્યાઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ તેનો અભ્યાસ મગજને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ છે. આ યોગ આસન માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા અને શરીરને આરામ આપવા માટે ઉત્તમ સાબિત થઈ શકે છે. શરીરમાં લોહીનો પ્રવાહ વધારવા અને મગજની કાર્યક્ષમતા સુધારવા માટે ભુજંગાસનનો નિયમિત અભ્યાસ કરો.
પ્રાણાયામ
પ્રાણાયામની પ્રેક્ટિસ માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે વિશેષ ફાયદાકારક છે. પ્રાણાયામ કરવાથી મગજમાં ઓક્સિજનના પરિભ્રમણને પ્રોત્સાહન મળે છે અને સ્નાયુઓને આરામ મળે છે. મૂડ સુધારવાની સાથે એકાગ્રતા વધારવા માટે નિયમિત પ્રાણાયામ કરવાની ભલામણ કરવામાં આવે છે.
આ પણ વાંચો : વારંવાર સ્માર્ટફોન જોવાની આદત બની શકે છે જોખમી, શરીરને થાય છે આવું નુકસાન