ગુજરાતટોપ ન્યૂઝનવરાત્રિ-2022

રૂપાલમાં ઘીના અભિષેક સાથે વરદાયિની માતાની પલ્લી નીકળી, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

Text To Speech

નવરાત્રિના નોમના દિવસ ગાંધીનગરમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ રૂપાલ ગામ માટે ખાસ હોય છે. તે દિવસે રૂપાલમાં વરદાયિની માતાની પલ્લી નીકળે છે. છેલ્લા બે વર્ષમાં કોરોના કારણે આ પલ્લી નીકળી શકી ન હતી. પણ આ વર્ષે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું.

Rupal palli Gandhinagar HD News

આખા ગામમાં ફર્યા બાદ વહેલી સવારે આ પલ્લી મંદિરમાં પહોંચી હતી. ગામમાં નીકળેલી પલ્લીમાં ઘીની નદીઓ વહી હતી. મહત્વનું છે કે રૂપાલ ખાતે યોજાતી પલ્લીમાં ઘી અર્પણ કરવાનું અનોખુ મહાત્મય રહેલું છે, માતાની પલ્લી પર લાખો લિટર ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો અને એની નદીઓ વહેતી હોય એવાં દ્રશ્યો રૂપાલમાં જ જોવા મળ્યાં હતાં.

રૂપાલની પલ્લીને જોવા માટે દેશવિદેશમાંથી લોકો આવે છે. આસો સુદ નોમની રાત્રે આજે રાત્રે પણ સદીઓની પરંપરા અનુસાર માતાજીની પલ્લી નીકળી હતી. કોઈપણ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે માતાજીની પલ્લી નીકળી હતી.આ ઉપરાંત ભોજન, આરોગ્ય અને ફાયર બ્રિગેડ સહિતની સુવિધાઓ તંત્ર દ્રારા તૈયારી કરવામાં આવી હતી.

Rupal palli Gandhinagar HD News 01

વરદાયિની માતાની પલ્લીમાં માત્ર ગામના જ નહી રાજ્યભરમાંથી તેમજ દેશવિદેશથી ભક્તો પહોંચ્યા હતાં. તો બીજી તરફ પલ્લીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવાથી શાંતિપૂર્ણ રીતે માતાજીની પલ્લી નીકળી હતી.

આ પણ વાંચો : સુરત :ઉમિયાધામ અષ્ટમી પર 30 હજાર દીવડાની મહાઆરતીમાં ઝગમગી ઉઠ્યું, જુઓ વિડીયો

Back to top button