શરીર પર થઇ ગયા છે લાલ ચકામા અને આવે છે ખંજવાળ તો અજમાવો આ ઉપાય
કેટલાક લોકોની ત્વચમાં કેટલીક એવી વસ્તુઓ સંપર્કમાં આવવાથી એલર્જી થઇ જાય છે. એટલેક કે કઇ વસ્તુ, સામાન, ધૂળ-માટી, વધારે પડતો તડકો, તેમજ અન્ય ઘણી વસ્તુઓ સંપર્કમાં આવવાથી ત્વચામાં લાલાશ, ખંજવાળ તેમજ ઇરીટેશન થવા લાગે છે. તેને એલર્જી કહેવામાં આવે છે. જ્યારે કોઇ વ્યક્તિ એલર્જી વાળી વસ્તુના સંપર્કમાં આવી જાય છે તો ત્યારે તેનાથી અસહજ અનુભવ થયા કરે છે અને આખા શરીરમાં ખંજવાળ આવવા લાગે છે.
– તમને પણ ત્વચાને લગતી સમસ્યા છે તો તમે લીમડાના પાનને 6-8 કલાક પાણીમાં પલાળી રાખો અને તે બાદ તેને પીસી લો. તે પછી તેની પેસ્ટ બનાવીને ત્વચા પર લગાવી લો. લીમડાના પાન એન્ટી બેક્ટેરિયલ હોય છે. જે કોઇપણ ત્વચા સંબંધિત બીમારીને દૂર કરી શકે છે. તેની પેસ્ટને 30 મિનિટ ત્વચા પર લગાવીને રાખી મૂકો અને તે પછી ઠંડા પાણીથી ધોઇ લો.
– ત્વચા પર હળવુ ગરમ નારિયેળ તેલ લગાવો અને આખી રાત લગાવી રાખો. નારયેળ તેલ પણ એન્ટી બેક્ટેરિયલ હોય છે આમ કરવાથી તમને ત્વચા પર થતી એલર્જીની સમસ્યાથી રાહત મળી શકે છે.
– જ્યારે પણ તમને એવું લાગે કે તમને ત્વચા પર કોઇ એલર્જી થઇ છે તો તમે તરત ઠંડા પાણીથી સ્નાન કરી લો તેનાથી પણ તમને રાહત મળી શકે છે.
– તે સિવાય એલર્જીવાળી જગ્યા પર રૂની મદદથી લીંબુનો રસ લગાવી લો. થોડીક વાર માટે તેને રહેવા દો અને પછી તેને બરાબર ધોઇ લો.
આ પણ વાંચો : ઉત્તરાખંડ: જાનૈયાઓ ભરેલી બસ ખાડામાં ખાબકી, 6 મૃતદેહો કાઢ્યા બહાર