ઈન્દોર ખાતે રમાયેલી અંતિમ T20 મેચમાં આફ્રિકા સામે ભારતની 49 રનથી હાર થઈ છે પરંતુ સીરીઝ ઉપર કબજો મેળવ્યો છે. ત્રણ મેચની સીરીઝમાં પહેલા બે મેચ જીતી લીધા હતા. આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 228 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ટીમ ઇન્ડિયા માત્ર 178 રન જ બનાવી શકી હતી અને તમામ 10 વિકેટ પડી ગઈ હતી.
આ પણ વાંચો : રીબડિયાના કૉંગ્રેસને રામ-રામ, શું હવે કરશે કેસરિયા ?
ભારતની ફટાફટ ત્રણ વિકેટો પડી જતા દબાવ આવ્યો
આ મેચમાં આફ્રિકાએ પ્રથમ બેટિંગ દરમ્યાન માત્ર 3 વિકેટ ગુમાવીને નિર્ધારિત 20 ઓવરમાં 227 રન ઠોકયા હતા જેના જવાબમાં બેટિંગ માટે ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત નબળી રહી હતી અને તાબડતોબ 3 વિકેટ પડી જતા દબાવ આવી ગયો હતો. ત્યારબાદ દિનેશ કાર્તિકે કોશિષ કરી ઘણા સારા શોર્ટ્સ માર્યા હતા પણ તેનોએ જાદુ ચાલ્યો ન હતો.