ગુજરાતટોપ ન્યૂઝ

માતરના ઉંઢેરા ગામમાં ગરબા રમવા બાબતે 150થી 200 લોકોના ટોળાનો હુમલો, 6થી 8 લોકો ઘાયલ; આરોપીઓની ઓળખ થઈ

Text To Speech

માતરઃ ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેરા ગામે નવરાત્રી દરમિયાન પથ્થરમારાની ઘટના બની છે. નવરાત્રીમાં ગરબા રમવા બાબતે એક સમુદાયના 150થી 200 લોકોના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો  હતો. તુળજા માતાના મંદિર પાસે અંદાજે 300 જેટલા ગરબા રમી રહેલા લોકો પર પથ્થરમારો કરાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ માતર પોલીસ, ખેડા LCB, SOGની ટીમ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

વાંચોઃ વડોદરા : શાંતિ ભંગ કરવાની કોશિશ, સાવલીમાં બે જૂથ વચ્ચે થયેલી અથડામણ, 40 લોકોની ધરપકડ

પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા
પથ્થરમારાની ઘટનામાં 6થી 8 લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડાયા છે. ઘટનાના પગલે ખેડા DSP રાજેશ ગઢીયા, ખેડા Dysp વી.આર.બાજપાઈ, માતર મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઉંઢેરા ગામે દોડી આવ્યા હતા અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

પોલીસના બે જવાનો પણ ઘાયલ
પોલીસની હાજરીમાં  કરવામાં આવેલા પથ્થરમારામાં બે જેટલા પોલીસ જવાન ઈજાગ્રસ્ત થયા હતા. સ્થાનિકનો કહેવા મુજબ, અહીં ગરબા નહીં રમવાના તેમ કહી પથ્થરમારો કરાયો હતો.

તમામ આરોપીની ઓળખ થઈ ગઈ છે: DSP
આ ઘટના અંગે વિગતો આપતા ખેડા DSP રાજેશ ગઢીયાએ જણાવ્યું કે, માતર તાલુકાના ઉંઢેરા ગામમાં ગઈકાલે રાતે નવરાત્રીની આઠમ નિમિત્તે ગરબાનો કાર્યક્રમ હતો. આ દરમિયાન આરિફ અને ઝહીર નામના બે યુવકોની આગેવાનીમાં એક જૂથે હોબાળો મચાવ્યો હતો. જે બાદ આ ટોળા દ્વારા ગરબા ગાતા લોકો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

વધુમાં DSPએ જણાવ્યું કે, તમામ આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. આરોપી પર સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. હાલ તો પોલીસે તકેદારીના ભાગરૂપે ઉંઢેરા ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. ગામમાં આવતા-જતાં તમામ લોકોની તલાશી લેવામાં આવી રહી છે. આ પથ્થરમારાની ઘટનામાં એક ગાડીના કાચ પણ તૂટી ગયા હતા. આ ઘટનાના પગલે સમગ્ર ગામમાં તણાવનો માહોલ છે.

Back to top button