મધ્ય ગુજરાત

વડોદરા : શાંતિ ભંગ કરવાની કોશિશ, સાવલીમાં બે જૂથ વચ્ચે થયેલી અથડામણ, 40 લોકોની ધરપકડ

Text To Speech

વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સાવલી ખાતે એક મંદિર પાસે આવેલા થાંભલા પર ધાર્મિક ધ્વજ લગાવવાને લઈને બે જુથ વચ્ચે અથડામણ થઈ હતી. જો કે હંગામો એટલો વધી ગયો કે બંને પક્ષ વચ્ચે પથ્થરમારો શરૂ થઈ ગયો. ઘટનાની જાણ થતા જ પોલીસ પહોંચી હતી, જેમાં લગભગ 40 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તમામ મોર્ચે તપાસ કરવામાં આવી રહી છે.

વડોદરા ગ્રામ્ય પોલીસ વિભાગના પી.આર.પટેલે જણાવ્યું કે ધાર્મિક કાર્યક્રમ માટે લોકોએ મંદિરની નજીક સ્થિત થાંભલા પર ધાર્મિક ધ્વજ લગાવ્યો હતો.જેને લઈ બે જુથ આમને-સામને આવી ગયા હતા. પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એ.આર. મહિડાએ જણાવ્યું હતું કે આ ઘટનાક્રમના સંદર્ભમાં બંને સમુદાયના લોકોએ એકબીજા સામે ફરિયાદ નોંધાવી છે. બંનેએ એકબીજા પર પથ્થરમારો, મારપીટ અને વાહનોમાં તોડફોડ કરવાનો આરોપ લગાવ્યો છે.

આ વિરોધ ઝપાઝપી અને પથ્થરમારામાં ફેરવાઈ ગયો. અવાજ થતાં બંને પક્ષના ડઝનબંધ લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પછી તેમની વચ્ચે પથ્થરમારો શરૂ થયો હતો. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. હાલ પોલીસ તમામ આરોપીઓની ઓળખ કરી ધરપકડ કરવા પ્રયાસ કરી રહી છે. પોલીસે બંને પક્ષોની ઓળખના આધારે 43 લોકો સામે ક્રોસ કેસ નોંધીને આરોપીઓની ઓળખ કરવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં બંને પક્ષના 40 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ઘટનાને પગલે પોલીસ એલર્ટ મોડ પર

હાલ વડોદરા પોલીસ બંને પક્ષો વચ્ચે ઝપાઝપી થવાની શક્યતાના પગલે એલર્ટ મોડ પર છે. સ્થળ પર પૂરતી સંખ્યામાં પોલીસ દળ તૈનાત સાથે, આ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. પોલીસ પાર્ટીએ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરીને લોકોને ચેતવણી આપી છે કે જો કોઈ કાયદો હાથમાં લેવાની કોશિશ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : વડોદરા: યુનાઈટેડ વેના ગરબામાં ‘દમ મારો દમ’, વીડિયો વાઇરલ

Back to top button