સુરત :ઉમિયાધામ અષ્ટમી પર 30 હજાર દીવડાની મહાઆરતીમાં ઝગમગી ઉઠ્યું, જુઓ વિડીયો
નવરાત્રિના પર્વ પર સુરતમાં આઠમે દર વર્ષની જેમ આ વર્ષે સુરતના વરાછાના ઉમિયાધામના મંદિરમાં આઠમે યોજાતી માતાજીની મહાઆરતીનું અનેરુ મહત્વ અને લહાવો હોય છે. અષ્ટમીના રાત્રે સુરતના ઉમિયાધામ મંદિરમાં 30 હજાર શ્રદ્ધાળુઓના હાથમાં દીવડા ઝગમગ્યા હતા.
સુરતનાં વરાછા વિસ્તારમાં આવેલા ઉમિયયાધામ મંદિરે સો-બસો કે પાંચસો-સાતસો નહિં પણ એકસાથે થતી હોય છે 30 હજાર થી પણ વધુ દિવડાની આરતી. કદાચ ભારતમાં ગુજરાતમાં માત્ર સુરત જ એક શહેર એકમાત્ર એવું છે જ્યાં 30,000થી પણ વધુ દિવડાઓ એકસાથે પ્રગટ્યા અને સૌ કોઇ હાથમાં દિવડા લઇને મા ઉમિયાની આરતી કરીને નવરાત્રિની ઉજવણી કરી હતી.
ગુજરાત: સુરતમાં અષ્ટમીના અવસરે ભક્તોએ ત્રીસ હજારથી વધુ દીવાઓ સાથે મહા આરતી કરી…#Gujarat #Surat #MahaAshtmi #Mahaarti #Navratri #NavratriFestival #Navaratri #gujaratinews #Garba #Humdekhengenews pic.twitter.com/RzSjepjH7B
— Hum Dekhenge News (@humdekhengenews) October 4, 2022
ઉમિયાધામ મહિલા મંડળના આયોજક રશ્મિકાબેન પટેલના જણાવ્યા અનુસાર વર્ષોથી અહીં દીવડાઓની મહાઆરતી થાય છે. અને ખાસ સુરતમાં જ આ આરતી થાય છે. લોકો અહીં આવે છે અને પ્રત્યેક વ્યક્તિ હાથમાં દિવડા લઇને આરતી કરે છે. જેથી દરેકને મહાઆરતીનો લાભ મળે છે. કોરોનાના બે વર્ષ પછી જયારે આ વર્ષ ખાસ મહત્વનું છે, ત્યારે ભક્તિ શક્તિનો સમન્વય જોવા મળ્યો હતો.
ઉમિયાધામની મહાઆરતીમાં 30 હજારથી પણ વધુ શ્રદ્ધાળુઓ હાથમાં દિવડા લઈ ઉમિયાધામને ઝગમગાવ્યા હતા. તો 150 જેટલી મશાલ પણ જોવા મળી હતી. માતાજીની આઠમ નિમિત્તે સવારથી જ નવચંડી યજ્ઞનો ભક્તિ ભાવભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ઠેર ઠેર નવરાત્રિની ભવ્યાતિભવ્ય ઉજવણી જોવા મળી રહે છે તો ખેલૈયાઓ પણ મન મૂકીને ગરબા ગાઈ માતાજીની આરાધના કરતા જોવા મળે છે. આ વર્ષે ગરબા મહોત્સવ વેળાએ શક્તિ અને ભક્તિનો સમન્વય જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : ગાંધીનગર : 35 હજાર લોકોએ ભેગા મળીને ‘અર્ધનારીશ્વર’ પ્રતિકૃતિ બનાવી