કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

સ્વચ્છ સર્વેક્ષણ – 2022 : રાજકોટ દેશમાં સાતમા અને રાજ્યમાં બીજા નંબરે

Text To Speech

સ્વચ્છ સર્વેક્ષણ – 2022 અન્વયે દેશના સ્વચ્છ શહેરોની યાદી જાહેર કરવામાં આવેલ હતી. આ યાદીમાં રાજકોટ શહેરને ગુજરાતમાં બીજો ક્રમાંક અને ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમો સાતમો ક્રમાંક પ્રાપ્ત કરેલ છે તથા રાજકોટ શહેરને “BEST SELF SUSTAINABLE CITY” નો નેશનલ અવોર્ડ પ્રાપ્ત થયેલ છે. આ બદલ મેયર ડૉ. પ્રદિપ ડવ, ડે. મેયર ડૉ. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, મ્યુનિ. કમિશનર અમિત અરોરા, સેનિટેશન સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભરએ સ્વચ્છતા અભિયાનમાં સહકાર બદલ રાજકોટ શહેરની જનતાને અભિનંદન પાઠવ્યા છે.

4 હજારથી વધુ શહેરોમાં ત્રણ મહિના ફિલ્ડ વેરિફિકેશન ચાલ્યું

આ સ્વચ્છ સર્વેક્ષણ – 2022 માં ભારતમાંથી 4354 શહેરોએ ભાગ લીધેલ હતો. જેનું ફિલ્ડ વેરીફીકેશન ફેબ્રુઆરી 2022 થી જુલાઈ 2022 સુધીમાં પૂર્ણ થયેલ હતું. જે અન્વયે રાજકોટ શહેરને ગાર્બેજ ફી સીટી ૩ સ્ટાર, ODF++ સર્ટીફીકેટ પ્રાપ્ત થયેલ હતું. જેમાં ટોટલ 7500 માર્કમાંથી 5846 માર્ક પ્રાપ્ત થયેલ છે. રાજકોટ શહરેમાં સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને મેયર સહિતના પદાધિકારીઓ અને તંત્ર તેમજ સામાજિક સંસ્થાઓને જોડીને ન્યુસન્સ પોઈન્ટ નાબુદી અભિયાન શરૂ કરવામાં આવેલ જેના પગલે શહેર અનેક ન્યુસન્સ પોઈન્ટથી મુક્ત બન્યું છે. આગામી સમયમાં પણ સ્વચ્છતા ઝુંબેશ ચાલુ રાખી જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે.

દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની હાજરીમાં એવોર્ડ સ્વિકારાયો

આ એવોર્ડ સમારોહ નવી દિલ્લી ખાતે તા ૦1/10/2022 ના રોજ તાલકટોરા સ્ટેડીયમ ખાતે મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનાં અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પૂરી અને કૌશલ કિશોર ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવા, સીનીટેશન ચેરમેન અશ્વિનભાઈ પાંભર, પર્યાવરણ ઈજનેર નીલેશ પરમાર તથા નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજય સિંહ તુવર એવોર્ડે સમારોહમાં હાજર રહેલ તથા એવોર્ડ સ્વીકારેલ. સ્વચ્છ સર્વેક્ષણ – 2021 માં રાજકોટ શહેરને 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમો 11મો ક્રમાંક મળેલ હતો તેમજ સમગ્ર ગુજરાતમાં ચોથો ક્રમ મળ્યો હતો જેમાંથી ચાલુ વર્ષે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતામાં લોકોનો સહયોગ અને તંત્રનાં પ્રયાસોથી સાતમો ક્રમાંક અને ગુજરાતમાં બીજો ક્રમાંક પ્રાપ્ત કરેલ છે.

આ પણ વાંચો : પૂર્વ CM રૂપાણીના સગાઓએ આચર્યું જમીન કૌભાંડ, જાણ છતાં રહ્યા મૌન, કોણે કર્યો આક્ષેપ ?

Back to top button