અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત પ્રવાસે રાષ્ટ્રપતિ, રેંટિયો કાંતી બાપુને કર્યા નમન

Text To Speech

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ અમદાવાદમાં આવેલા ગાંધી આશ્રમની મુલાકાતથી ગુજરાતની યાત્રાની શરૂઆત કરી. ગાંધી આશ્રમમાં તેમણે કસ્તુરબાનો રૂમ તેમજ હૃદય કુંજની પણ મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને તેમને વંદન કર્યા હતા.

રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદ દ્રૌપદી મુર્મૂ પ્રથમવાર ગુજરાત પ્રવાસે આવ્યા છે. અહીં તેઓ અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે તેમજ કરોડોના વિકાસકાર્યોને ખુલ્લા મુકશે. તેમણે અમદાવાદના સાબરમતી આશ્રમની મુલાકાત લઈને કાર્યની શરૂઆત કરી છે.

રાષ્ટ્રપતિનો કાર્યક્રમ

ગાંધીનગરમાં આરોગ્ય, સિંચાઈ, પાણી પુરવઠા અને બંદર વિકાસને લગતી વિવિધ યોજનાઓનું લોકોર્પણ કરશે. ગુજરાત સરકાર દ્વારા આયોજિત નાગરિક સત્કાર સમારંભમાં પણ ઉપસ્થિત રહેશે.

આવતીકાલે ગુજરાત યુનિવર્સિટીના મહિલા ઉદ્યોગ માટેના સ્ટાર્ટ-અપ પ્લેટફોર્મ ‘HerStart’નું લોન્ચ કરશે. તેમજ અમદાવાદમાં શિક્ષણ અને આદિજાતિ વિકાસ સંબંધિત વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે.

રાષ્ટ્રપતિએ લખેલો સંદેશ
રાષ્ટ્રપતિએ લખેલો સંદેશ

ગાંધીનગર સિવિલ કેમ્પસમાં સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ખાત મુહુર્ત રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના હસ્તે કરાશે. ગાંધીનગર સિવિલ કેમ્પસમાં 373 કરોડના ખર્ચે સ્પેશિયલ હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટર તૈયાર થશે.

Back to top button