મધ્ય ગુજરાત

ગરબા રમતાં-રમતાં યુવક બેભાન થયો અને પછી તરત જ થયું મોત, Video થયો વાયરલ

Text To Speech

ગુજરાતમાં નવરાત્રિનો પર્વ ખૂબ જ ધામ ધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. દરેક જિલ્લામાં શેરીમાં, પોળમાં તેમજ શહેરોમાં પાર્ટી પ્લોટમાં પણ ખેલૈયાઓ મનમુકીને ગરબાના તાલે ઝુમી રહ્યા છે. જો કે આણંદ જિલ્લાના તારાપુરમાં ગરબા રમતા રમતા અચાનક જ એક યુવકનું મોત થવાની ઘટના બની છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

ગરબા રમતા રમતા અચાનક જ યુવક પડી ગયો

આણંદ જિલ્લાના તારાપુરમાં શિવ શક્તિ સોસાયટીમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સોસાયટીમાં રહેતો યુવક તેના મિત્રો સાથે ગરબા રમી રહ્યો હતો. ગરબા રમતા રમતા અચાનક જ આ યુવક લથડિયા ખાવા લાગે છે અને ગરબા રમતા લોકોની વચ્ચે અચાનક જ બેભાન થઇને પડી ગયો હતો. ઘટના પછી આ યુવકને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જો કે રસ્તામાં જ યુવકે દમ તોડી દીધો હતો. યુવકનું રસ્તામાં જ મોત થઇ ગયુ હતુ.

આ પણ વાંચો : આરોગ્યકર્મીઓના આંદોલનનો અંત, સરકારે તમામ મુદ્દા પર સહમતી દર્શાવી

યુવકના ગરબા રમતા રમતા અચાનક જ બેભાન થઇ જવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ગરબામાં અચાનક જ યુવક બેભાન થઇ જતા ગરબા રમતા ખેલૈયાઓમાં અચાનક નાસભાગ મચી જાય છે. જે પછી યુવકનું મોત થયાના સમાચાર તમામને મળ્યા હતા. યુવકનું મોત થતા નવરાત્રીનો આ ઉત્સાહનો પર્વ હવે શોકમાં ફેરવાઇ ગયો છે.

Back to top button