આફ્રિકા સામેની વનડે સીરીઝ માટે ટીમ India ની જાહેરાત, શિખર ધવન કેપ્ટન
દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. T20 વર્લ્ડ કપ પહેલા યોજાનારી આ શ્રેણી માટે શિખર ધવનને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે અન્ય સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. ભારતે 6 ઓક્ટોબરથી આફ્રિકા સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમવાની છે. ત્યારે T20 વર્લ્ડ કપ પહેલા પ્રેક્ટિસ કરવા માટે આ સીરિઝ મહત્વની માનવામાં આવી રહી છે. જો કે અહીં સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે અને યુવાઓને વધુ તક મળી છે જેથી તેઓ પોતાની રમત બતાવી શકે.
દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયા
શિખર ધવન (કેપ્ટન), શ્રેયસ અય્યર (વાઈસ-કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, રજત પાટીદાર, રાહુલ ત્રિપાઠી, ઈશાન કિશન (Wk), સંજુ સાસમાન (WK), શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, મુકેશ કુમાર, અવેશ ખાન, મોહમ્મદ સિરાજ અને દીપક ચાહર.
શું છે વનડે સીરીઝનો કાર્યક્રમ ?
1લી ODI : 6 ઓક્ટોબર, લખનૌ બપોરે 1.30 PM
2જી ODI : 9 ઓક્ટોબર, રાંચી બપોરે 1.30 PM
ત્રીજી OD I: 11 ઓક્ટોબર, દિલ્હી બપોરે 1.30 PM
આ પણ વાંચો : સ.પા. સુપ્રીમો મુલાયમસિંહ યાદવની તબિયત નાજુક, ICU માં ખસેડાયા