ગાંધી જયંતિ પર OPSની માગ બુલંદ થઈ, 3 હજારથી વધુ કર્મચારીઓ ડિટેન
ગાંધી જયંતિ પર ગુજરાતના સરકારી કર્ચમારીઓની OPS માટેની માંગણી માટે અહિંસા અને સત્યના માર્ગ અપનાવી સત્યાગ્રહ કરી રહ્યા છે. આ માટે મોટી સંખ્યામાં ગાંધીનગર ખાતે સરકારી કર્મચારીઓ એકત્ર થયા છે જેમાં આશરે 3 હજાર કર્મચારીઓને ગાંધીનગર પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા છે
એક તરફ સરકાર તરફથી એવું વારંવાર કહેવામાં આવી રહ્યું છે કે કર્મચારીઓની તમામ માંગણી સ્વીકારી લેવામાં આવી છે પણ ક્યાંક ને ક્યાંક હજી પણ કર્મચારીઓ આવી રહેલ છે અને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ ને બુલંદ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
આ ઉપરાંત બીજી તરફ ગાંધીનગરમાં ગુજરાતભરના આઈ.ટી.આઈના કર્મચારીઓ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે એકત્ર થઈ ધરણાં કર્યા હતા. તેમજ તેમની માંગણીઓનો સ્વીકાર ન થાય ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાલની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે કર્મચારીઓની મોટી તકલીફ સામે આવી રહી છે.
આ પણ વાંચો : ગ્રેડ પે મુદ્દે ITI કર્મચારીઓનો ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન