ટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

નડિયાદ : નવરાત્રિમાં બાળકોને ગરબા નહીં પણ તાજિયા રમાડવા દબાણ કરતાં, વિવાદ આવ્યો સામે

Text To Speech

રાજ્યમાં એક તરફ નવરાત્રિ તહેવારની ઉજવણી શાંતિથી અને સારી રીતે ચાલી રહી છે. ત્યારે વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલી હાથજ ગામની શાળાના બાળકોને ગરબાના નામે તાજિયા રમાડવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે.

આ પણ વાંચો : ગ્રેડ પે મુદ્દે ITI કર્મચારીઓનો ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન

મળતી વિગત અનુસાર વિદ્યાર્થીઓને શાળામાં ભણતરની સાથે ઈત્તર પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે. તેના જ ભાગરૂપે હાથજ ગામની પે સેન્ટર શાળામાં એક દિવસીય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને શાળામાં ગરબા રમવા આવવાનું કહેવામાં આવ્યું પરંતુ શાળામાં ગરબાની જગ્યાએ તાજિયાના ગીત વગાડવામાં આવ્યા હતા તેમજ બાળકોને વિધર્મી નામ વાળી ટી-શર્ટ પહેરાવીને તાજીયા રમાડ્યા હોવાનું સામે આવ્યું હતું.

આ ઘટનામાં ગરબાને બદલે તાજિયા કરાવવાની ઘટનામાં 4 શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે હાથજ ગામની પે સેન્ટર શાળામાં એક દિવસીય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને શાળામાં ગરબા રમવા આવવાનું કહેવામાં આવ્યું પરંતુ શાળામાં ગરબાની જગ્યાએ તાજિયાના ગીત વગાડવામાં આવ્યા હતા

વીડિયોમાં જોવા મળ્યું હતું કે શાળાના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ ગરબા રમવાને બદલે બે હાથે છાતી કૂટતા જોવા મળ્યા હતા. આ ઘટનાનો વીડિયો સામે આવતા ગ્રામજનો અને હિંદુ સેનામાં રોષ ભભૂક્યો હતો. તેમજ ગ્રામજનોએ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી શાળા તંત્ર સામે પગલા લેવા રજૂઆત કરી હતી.

આ પણ વાંચો : અમિત શાહની કમલમ ખાતે મેરેથોન બેઠકો, નેતાઓ આ મુદ્દા પર થઈ શકે છે ચર્ચા

આ ઘટનાના ગામમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. આ બનાવની જાણ સ્થાનિક રહીશો દ્વારા અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિંદુ ધર્મ સેનાને કરવામાં આવતા હિન્દુ ધર્મ સેનાના જવાનો તથા ગામના રહીશો દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ આ શિક્ષકો વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તેમજ એસ.એમ.ડી.સી સમિતિમાં તાત્કાલિક અસરથી આવા પ્રકારના ગંભીર બનાવો ના બને તે માટે હિન્દુ સમાજના આગેવાનોને તાત્કાલિક સમાવવા આવે તેવી હિન્દુ ધર્મ સેનાએ માંગણી કરી છે.

Back to top button