ગુજરાત
ગ્રેડ પે મુદ્દે ITI કર્મચારીઓનો ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં કર્મચારીઓનો વિરોધ ફરી એક વખત સામે આવ્યો છે. ગુજરાત રાજ્ય કારીગર તાલીમ યોજના કર્મચારી મંડળ દ્વારા કેન્દ્ર સરકારની સૂચના મુજબ 4600 ગ્રેડ પે અને 2022 મા નિમણુંક થયેલા કર્મચારીઓની સળંગ નોકરી ગણવા બાબતે મોટી સંખ્યામાં કર્મચારીઓએ ગાંધી જયંતિ પર ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન કર્યો હતો.
ગાંધીનગરમાં ગુજરાતભરના આઈ.ટી.આઈના કર્મચારીઓ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે એકત્ર થઈ ધરણાં કર્યા હતા. તેમજ તેમની માંગણીઓનો સ્વીકાર ન થાય ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાલની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે કર્મચારીઓની મોટી તકલીફ સામે આવી રહી છે.
ગાંધી જયંતિ પર સમગ્ર ગુજરાતભરના આઈટીઆઈના કર્મચારીઓ ગ્રેડ પે, ફિક્સ પે પ્રથા નાબૂદ કરવા માટે મોટી સંખ્યામાં કર્મચારીઓ એકત્ર થયા છે.