ટોપ ન્યૂઝનેશનલ

ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બની ધમકી, મુંબઈ એરપોર્ટ પર ઈમેલ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ

Text To Speech

મુંબઈ એરપોર્ટને શનિવારે રાત્રે એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ મૂકવામાં આવ્યા છે. આ ઈમેલ આવતાની સાથે જ એરપોર્ટ પર સુરક્ષા અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો હતો. જો કે, જ્યારે ફ્લાઈટની તપાસ કરવામાં આવી ત્યારે આ પ્રકારનું કંઈ મળ્યું ન હતું. આવી સ્થિતિમાં એ સ્પષ્ટ થઈ ગયું કે બોમ્બ હોવાનો દાવો માત્ર અફવા છે.

Bomb threat in IndiGo flight
Bomb threat in IndiGo flight

ઈમેલમાં લખવામાં આવ્યું હતું કે ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E 6045માં બોમ્બ મુકવામાં આવ્યો છે. આ ફ્લાઈટ રાત્રે મુંબઈથી અમદાવાદ જવાની હતી. બોમ્બની અફવાને કારણે તપાસ બાદ ઈન્ડિગોની ફ્લાઈટ રાત્રે મોડી પડી હતી. સુરક્ષા એજન્સીઓ હવે તપાસ કરી રહી છે કે આ ઈમેલ કોણે મોકલ્યો હતો અને તેનો હેતુ શું હતો.

Bomb threat in IndiGo flight
Bomb threat in IndiGo flight

બોમ્બની અફવા બાદ મલેશિયાની ફ્લાઈટ મોડી પડી

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ હોવાની ખોટી અફવાને કારણે દિલ્હીથી મલેશિયા જતી ફ્લાઈટ મોડી પડી હતી. અધિકારીઓએ જણાવ્યું કે સુરક્ષા એજન્સીઓને બપોરના 1 વાગ્યે મલેશિયા એરલાઈન્સની ફ્લાઈટ MH173માંથી બોમ્બની ધમકી અંગે ચેતવણી આપવામાં આવી હતી, જેના પગલે તેઓએ સમગ્ર વિમાનની સંપૂર્ણ તપાસ કરી હતી. પ્લેન 2 કલાક 40 મિનિટના વિલંબ પછી કુઆલાલમ્પુર માટે ટેકઓફ થયું હતું અને આ ઘટનામાં સામેલ ચાર મુસાફરોને સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યા હતા. પ્લેનની ઓવરહેડ કેબિનમાં બેગ રાખવાને લઈને બે મુસાફરો વચ્ચે ઝઘડો થયો હતો. એક મુસાફરે બીજાને પૂછ્યું કે તેની બેગમાં શું છે અને બીજાએ જવાબ આપ્યો ‘બોમ્બ’. પાયલોટને તેની જાણ થતાં જ ફ્લાઇટને રદ્દ કરવામાં આવી હતી. ત્યારપછી પાયલટે એટીસી (એર ટ્રાફિક કંટ્રોલર)ને ઘટના અંગે જાણ કરી.

આ પણ વાંચો : કાનપુર અકસ્માત: દારૂના શોખે અનેકની જીંદગી બરબાદ કરી, બેદરકારીના કારણે 27 લોકોના મોત, PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

Back to top button