ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડીસાની સરસ્વતી હાઈસ્કૂલમાં કરાયું ગરબાનું આયોજન

Text To Speech

પાલનપુર : નવરાત્રીના પર્વમાં અત્યારે ચો તરફ ગરબાની ધૂમ મચી રહી છે. ત્યારે ડીસાની સરસ્વતી વિદ્યા સંકુલમાં વિદ્યાર્થીઓના પરંપરાગત રીતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસાની સરસ્વતી વિદ્યા સંકુલમાં શાળા પરિવાર દ્વારા નવરાત્રી પર્વનું આયોજન કરાયું હતું. જેમાં 700 થી વધુ વિદ્યાર્થીઓએ રંગબેરંગી ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને અવનવા ગરબા રમ્યા હતા. સરસ્વતી વિદ્યા સંકુલ દ્વારા છેલ્લા 11 વર્ષથી શાળા પરિસરમાં ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વખતે પણ શાળાના વિદ્યાર્થીઓ મન મૂકીને ગરબે ઝૂમ્યા હતા. ગરબામાં સુંદર પર્ફોર્મન્સ કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા. જ્યારે વિદ્યાર્થીઓ માટે અલ્પાહારની વ્યવસ્થા બાબુભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર ગરબાનું આયોજન શાળાના આચાર્ય પ્રકાશભાઈ તેમજ વસ્તાભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.

 

પાલનપુર

ડીસાની અર્બુદા વિદ્યાલયમાં નવરાત્રીનું આયોજન

ડીસા ખાતે આવેલ અર્બુદા વિદ્યાલય ખાતે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં કે.જી. થી ધોરણ -12 સુધીના તમામ વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર સ્ટાફ મિત્રોએ ભાગ લીધો હતો. સૌ પ્રથમ માતાજીની આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રસાદી વિતરણ કરવામાં આવ્યો હતો. બધાંજ વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ મિત્રો ડી. જે. ના તાલે ગરબે ઘૂમ્યા હતા. તમામ વિદ્યાર્થીઓ ટ્રેડિશનલ ડ્રેસ માં આવ્યા હતા અને ગરબે ઘુમનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાનું વાતરણ ભક્તિમય અને ઉત્સાહજનક બની ગયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળા ના સ્ટાફ મિત્રો દ્વારા કરવામાં  આવ્યું હતું.

આ પણ વાંચો : પાલનપુર : પ્રધાનમંત્રી મોદીએ અંબાજીમાં કેશાજી ઠાકોરની પીઠ થાબડી, હવે 24 દાવેદારોને ચિંતા થઈ હશે

Back to top button