લાઈફસ્ટાઈલ

આ રીતે 2 મિનિટમાં જ ભગાડો મચ્છર, ભૂલથી પણ પાસે ફરકશે નહીં

Text To Speech

ચોમાસા જેવી ઋતુઓમાં મચ્છરોનો ત્રાસ ખુબજ વધી જતો હોય છે. મચ્છરોના ઉપદ્રવની સાથે બીમારીઓ પણ હેરાન કરવા લાગે છે. ઘરોમાં મચ્છરોને ભગાડવા કંઇ કેટલાય ઉપાય અજમાવીએ છીએ. આજે અમે આપને એવો નુસખો બતાવીશું કે, જે અસરકારક છે અને સ્વાસ્થ્ય માટે લાભદાયક પણ છે. આ ઉપાય માત્ર 2 મિનિટમાં મચ્છરોને છૂમંતર કરી દેશે. આ માટે આપને ત્રણ વસ્તુઓની જરૂર પડશે, લીમડાનું તેલ, કપૂર અને તમાલ પત્ર.

ઘરેલૂ ઉપાય : લીમડાના તેલમાં કપૂર મિક્સ કરી એક સ્પ્રે બોટલમાં ભરી લો. હવે આ મિશ્રણને તમાલ પત્ર પર સ્પ્રે કરો અને સળગાવો. તમાલપત્રનો ધુમાડો સ્વાસ્થ્ય માટે કોઇપણ રીતે હાનિકારક નથી. આ ધુમાડાની અસરથી આશ્ર્ચર્યજનક રૂપે મચ્છરોનો સફાયો થઇ જશે. માથા પાસે કપૂર મિક્સ કરેલા લીમડાના તેલનો દીપ સળગાવવાથી પણ મચ્છર પાસે ફરકશે નહીં.

આ પણ વાંચો : UP : કાનપુર પાસે ગમખ્વાર અકસ્માતમાં 11 બાળકો સહિત 24 ના મોત

અન્ય એક ઉપાય નારિયેળ તેલ, લીમડાનું તેલ, લવિંગનું તેલ, પિપરમિન્ટનું તેલ, નીલગીરીનું તેલ સમાન માત્રામાં મિક્સ કરો અને એક બોટલમાં ભરી રાખવું. રાત્રે સુતા સમયે ત્વચા પર લગાવો અને નિશ્ચિંત થઇને સુઇ જાવો. આ ઉપાય બજારમાં મળતી ક્રીમ કરતા પણ વધુ કારગર છે. આ તેલને આપ ઘરેથી પ્રવાસે, મુસાફરી દરમિયાન સાથે લઇનં જઇ શકો છો.

Back to top button