જામનગર : કાલાવડના મોટા વડાળા ગામેથી વધુ 15 પેટી ડુપ્લીકેટ ચલણી નોટ મળી આવી
સુરત પોલીસ દ્વારા એક એમ્બ્યુલન્સમાં લઈ જવાતો રૂપિયા 2000ના દરની બનાવટી ચલણી નોટોનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો પછી તપાસ દરમ્યાન તેનું પગેરૂં જામનગર જિલ્લાના કાલાવડ પંથક સુધી લંબાયું છે, અને મોટા વડાળા ગામમાં મગફળીના ભુકકા નીચે સંતાડેલો રૂપિયા 2000ના દરની ચલણી નોટોનો મોટો જથ્થો મળી આવ્યો છે. 15 પેટી ચલણી નોટો ભરેલી જ્યારે ચાર ખાલી પેટી મળી આવતાં સુરત પોલીસે કાલાવડમાં ધામા નાખી તમામ સામગ્રી કબ્જે લેવા કાર્યવાહી આરંભી છે.
સુરતમાંથી ઝડપાયેલી નકલી ચલણી નોટનું પગેરૂ સૌરાષ્ટ્રમાં ખુલ્યું
નકલી નોટ સંદર્ભે તપાસ દરમ્યાન જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામેથી વધુ 15 પેટી બોગસ નોટ મળી આવી
પોલીસે ઘાસના ઢગની નીચેથી કાઢ્યો નકલી નોટોનો જથ્થો#suratcity #suratnews #Fake #Currency #Humdekhengenews pic.twitter.com/3dMTXYMKS9
— Hum Dekhenge News (@humdekhengenews) October 1, 2022
ખાનગી ટ્રસ્ટ ચલાવતો શખસ સુરતમાંથી ઝડપાયો હતો
મૂળ કાલાવડ તાલુકાના મોટા વડાળાના વતની હિતેશ કોટડીયા કે જે એક ખાનગી ટ્રસ્ટ ચલાવે છે, અને ટ્રસ્ટના નામની એમ્બ્યુલન્સ ધરાવે છે. જે એમ્બ્યુલન્સમાં રાજકોટથી રૂપિયા 2000 ના દરની બનાવટી ચલણી નોટોનો જથ્થો ભરીને સુરત લઈ જવાની કોશિશ કરતાં સુરત પોલીસે પકડી લીધી હતી, અને તેમાંથી રૂપિયા 27.80 લાખની કિંમતની 2000ના દરની ડુપ્લીકેટ ચલણી નોટોનો જથ્થો કબજે કરી લીધો હતો.
આ પણ વાંચો : સ્વચ્છતામાં ડાયમંડ સિટીનો ડંકો, સમગ્ર દેશમાં બીજુ સૌથી સ્વચ્છ શહેર
નકલી નોટોમાં રિવર્સ બેંક ઓફ ઇન્ડિયા છપાયેલું હતું
જે ચલણી નોટો ઉપર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ને બદલે રિવર્સ બેંક ઓફ ઇન્ડિયા પ્રસિદ્ધ કરેલું છે. જે સમગ્ર મામલે હિતેશ કોટડીયાની સુરત પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, અને ઉપરોક્ત ચલણી નોટો ફિલ્મમાં દર્શાવવા માટે વાપરતો હોવાનું જણાવ્યું હતું, જેનો વધુ જથ્થો જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં પોતાની વાડીમાં સંતાડેલો હોવાનો જણાવ્યું હતું, જેથી આજે બપોરે સુરતની પોલીસ ટુકડી કાલાવડ પંથકમાં આવી પહોંચી હતી. મોટા વડાળા ગામમાં હિતેશ કોટડીયાની વાડીમાં તપાસ કરતાં મગફળીના ભુક્કાનીચે 19 જેટલી પેટીઓ સંતાડી હતી. જે તમામ પેટીઓને બહાર કાઢી હતી. જેમાં ચાર પેટી ખાલી નીકળી હતી. પરંતુ 15 પેટીમાં 2000ના દરની ચલણી નોટોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જે સુરત પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે, અને તેની ગણતરી ચાલી રહી છે. આ સમગ્ર કાર્યવાહીમાં કાલાવડ પોલીસ પણ જોડાઈ હતી.