નેશનલ

બંગાળમાં દુર્ગા પુજાની ઉજવણી કરવા TMC સાંસદ ઉતર્યા રસ્તા પર, મહિલાઓની સાથે ડાન્સ કરી વીડિયો કર્યો શેર

Text To Speech

પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજ્યનો સૌથી મોટો તહેવાર કહેવાતા દુર્ગા અષ્ટમી ફરી ધામધૂમથી ઉજવાશે. આ વખતે પણ દરેક જગ્યાએ સુંદર પંડાલ સજાવવાથી લઈને નાચ ગાનની સાથે અનેક કાર્યક્મોનુ આયોજન કરવામાં આવનાર છે. ત્યારે તૃણમૂળ કોંગ્રેસ સાંસદ મહુઆ મોઈત્રાએ શુક્રવારે પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લામાં દુર્ગા પૂજા દરમિયાન મહાપંચમી સમારોહનો એક વીડિયો શેર કર્યો છે.

સાંસદએ ટ્વીટર પર એક વીડિયો શેર કર્યો

આ કાર્યક્રમ દરમ્યાન સાંસદ મહુઆ મોઈત્રાએ ટ્વીટર પર એક વીડિયો શેર કર્યો હતો જેમા લખ્યુ હતુ કે, નદિયામાં મહાપંચમી સમારોહના સુંદર પળ, વીડિયોમાં મોઈત્રાને એક બંગાળી લોક ગીત ‘સોહાગ ચંદ બોદોની ધોની નાચો તો દેખી’ પર અમુક અન્ય મહિલાઓની સાથે મહાપંચમી સમારોહના જુલૂસ દરમિયાન એક રસ્તા પર નૃત્ય કરતા જોઈ શકાય છે. લોકગીતનો હિંદીમાં અર્થ છે, ‘હે સુંદર મહિલા, ચંદ્રમા જેવા ચહેરા સાથે, મને બતાવો કે તમે કેવી રીતે નૃત્ય કરો છો’. મોઈત્રાએ સમારોહ દરમિયાન પોતાના નૃત્ય કૌશલ્યને દર્શાવવાની સાથે-સાથે ગીત પણ ગાયુ હતુ અને મહિલાઓ સાથે ઉત્સવની ઉજવણી કરી હતી.

સાંસદે મહિલાઓની સાથે દુર્ગાના પાંચમા અવતારની પૂજા કરી હતી

નવ દિવસીય નવરાત્રિ ઉત્સવના પાંચમા દિવસે મનાવાતી, મહાપંચમીમાં ભક્તોને દુર્ગાના પાંચમા અવતારની પૂજા કરતા જોઈ શકાય છે. મહાપંચમી શુક્રવારે મનાવવામાં આવી અને આ પૂજનીય દેવી સ્કંદમાતાને સમર્પિત છે. કલકત્તામાં દુર્ગા પૂજા ફરનારાની જનમેદની પંચમી એટલે કે શુક્રવારની રાતથી જ ઉમટી ગઈ છે. લાખોની સંખ્યામાં લોકો પોત પોતાના પરિજનો, મિત્રો સગા-વ્હાલા અને સાથી-મિત્રો સાથે રાજધાની કલકત્તામાં વિભિન્ન દુર્ગા પૂજા પંડાલોમાં ફરવા માટે પહોંચી ગયા છે. પૂજા પંડાલોમાં લોકોની ભારે ભીડ ઉમટી રહી છે.

આ પણ વાંચો: નવરાત્રિમાં કરવામાં આવતી કન્યા પૂજા, જાણો મહત્વ!

Back to top button