ટોપ ન્યૂઝનેશનલબિઝનેસ

GST કલેક્શનમાં સરકારને અધધ…. કમાણી

Text To Speech

કેન્દ્ર સરકારને ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સમાં સારી આવક થઈ છે. જી હાં, સપ્ટેમ્બર મહિનામાં સરકારને ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ દ્વારા રૂ. 1.40 લાખ કરોડથી વધુની કમાણી થઈ છે.

સપ્ટેમ્બર 2022માં ગ્રોસ GST કલેક્શન રૂ. 1,47,686 કરોડ રહ્યું હતું. એમાં CGST સ્વરૂપે રૂ. 25,271 કરોડ, SGST સ્વરૂપે રૂ. 31,813 કરોડ, IGST સ્વરૂપે રૂ. 80,464 કરોડ (વસ્તુઓની આયાત દ્વારા વસૂલાત કરવામાં આવેલા રૂ. 41,215 કરોડ સહિત અને સેસ દ્વારા રૂ. 10,137 કરોડની આવક પ્રાપ્ત થઈ હતી. આમ સતત સાતમા મહિને સરકારને GST કલેક્શન રૂ. 1.40 કરોડથી વધુનું રહ્યું હતું, એમ નાણાં મંત્રાલયે કહ્યું હતું. જોકે કુલ આઠમી વાર GST દ્વારા સરકારને રૂ. 1.40 લાખ કરોડની વધુની આવક થઈ હતી.

2021 કરતા 26 ટકા વધુ GST કલેક્શન

ચાલુ નાણાકીય વર્ષના સપ્ટેમ્બરમાં GST કલેક્શન ગયા વર્ષના સપ્ટેમ્બર, 2021ની સરખામણીએ GST કલેક્શન 26 ટકા વધુ રહ્યું હતું. સપ્ટેમ્બરમાં ચીજવસ્તુઓની આયાતથી થતી આવક 39 ટકા વધુ રહી હતી. જ્યારે સ્થાનિક વ્યવહારોથી થતી આવક વાર્ષિક આધારે 22 ટકા વધુ રહી છે.

વીમા કંપનીની રૂ. 824 કરોડની ટેક્સ ચોરી પકડી

GST અધિકારીઓએ 15 વીમા કંપની, ઈન્ટરમિડિયરીઝ અને બેન્કોની રૂ. 824 કરોડની ટેક્સ ચોરી પકડી હતી. આ કંપનીઓ ખોટાં બિલ દ્વારા ટેક્સ-ચોરી કરતી હતી. આ વિશે માહિતી મળતાં મુંબઈમાં GST ઈન્ટેલિજન્સ અધિકારીઓએ કેટલીક વીમા કંપનીઓ, ઇન્ટરમિડિયરીઝ, માર્કેટિંગ-બ્રાન્ડિંગ કંપનીઓ, NBFC અને બેન્કોમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું અને ટેક્સ ચોરી ઝડપી હતી.

Back to top button