ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : કલેકટર કચેરીના દરવાજા આગળ ભુવો પડતાં વાહનોની અવર-જવર બંધ

Text To Speech
  •  દરવાજા આગળ ભુવો પડતા ડમ્પર ફસાઈ ગયું, વાહનોની અવરજવર બંધ

પાલનપુર : પાલનપુર શહેરમાં રસ્તાના મુદ્દાને લઈને લોકો ભારે પરેશાન છે. ત્યારે જિલ્લા કલેકટર કચેરી આગળ જ મસ મોટો ભુવો પડ્યો હતો. જેમાં એક ડમ્પર ખૂપી ગયું હતું. અને આ ભૂવો વગર વરસાદે પડવાથી લોકોમાં અચરજ ફેલાયું છે.

પાલનપુરમાં જોરાવર પેલેસ વિસ્તારમાં મોટાભાગની સરકારી કચેરીઓ અને કોર્ટ સંકુલ આવેલું છે. જ્યારે દરરોજ મોટી સંખ્યામાં અહીંયા વાહનો અને લોકોની અવરજવર રહે છે. ત્યારે આજે જિલ્લા કલેકટર કચેરીના દરવાજા આગળ જ એક મસમોટો ભુવો પડ્યો હતો. જેમાં ડમ્પર ઉતરી ગયું હતું.

ભુવાને લઈને શહેરમાં ભારે ચર્ચા 

આ ડમ્પરના પાછળ ના ટાયર ભુવામાં ખુપી જતા એક સાઈડ નમી ગયું. જ્યારે કલેક્ટર કચેરીના દરવાજા આગળ જ પડેલા ભુવામાં ડમ્પર ફસાતા કલેકટર કચેરીમાં આવતા વાહન ચાલકોને પોતાના વાહનો બહાર પાર્ક કરવા પડ્યા હતા. આ ભુવાને લઈને શહેરમાં ભારે ચર્ચા છે. જ્યારે પાલનપુર શહેરમાં રસ્તાઓ બિસ્માર અને ઠેકાણા વગરના છે. ત્યાં જ કલેકટર કચેરી આગળ વગર વરસાદે ભુવામાં ડમ્પર ફસાતા ઘણા લોકોએ અચરજ અનુભવ્યું હતું.

આ પણ વાંચો : પાલનપુર : ડીસામાં મંડળીની લોન ના ભરનારને છ માસની કેદ

Back to top button