‘ગુજરાતની વહુ’ના કેજરીવાલ પર વાર, ‘સપનાના સોદાગરને ગુજરાતની જનતા નહીં ભૂલે’
ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ અમદાવાદમાં હેલો ‘કમલ શક્તિ કાર્યક્રમ’માં હાજરી આપી હતી. આ કાર્યક્રમને સંબોધતા કેજરીવાલ અને રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા.
કેજરીવાલ પર સ્મૃતિના આકરા પ્રહાર
- હિન્દીમાં એટલા માટે બોલું છું કારણ કે ગુજરાતમાં આવનારને ગુજરાતી આવડતું નથી: સ્મૃતિ ઇરાની
- દિલ્હીના સંગમ વિહારમાં જઈને જોઈ આવે કે શું હાલત છે?: કેજરીવાલ
- અમારી સરકાર મહિલાઓને દૂધ આપે છે, જયારે દિલ્હી પિંક શરાબનો ઠેકો આપે છે
સ્મૃતિ ઈરાનીએ હિન્દીમાં સ્પીચ શરૂ કરીને રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો હતો. ગુજરાતની વહુ છું પરંતુ હાલમાં અમેઠીની સાંસદ છું. હિન્દીમાં એટલા માટે બોલું છું. કારણકે ગુજરતમાં આવનારને ગુજરાતી આવડતું નથી.. મારો અવાજ અમેઠી સુધી પહોંચવો જોઇએ.
સપનાના સોદાગર ગુજરાતની બહેનોને ભ્રમિત કરે : સ્મૃતિ ઈરાની
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અત્યારે ગુજરાતના પ્રવાસે છે, ત્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ કેજરીવાલને આડેહાથ લીધા હતા. તેમણે કહ્યું કે, સપનાના સોદાગર દિલ્હીથી આવીને ગુજરાતની બહેનોને ભ્રમિત કરે છે. દિલ્હીથી આવેલા લોકો ચૂંટણી રમવા આવ્યા છે. તેઓ જીતવાના નથી. આમ આદમી પાર્ટી ગુજરાતીઓના દિલમાંથી મોદીને કાઢી નહીં શકે. મફલર પહેરેલા ભાઈ કાશી ગયા હતા મોદીને હરાવવા. પણ ત્યાંની જનતાએ PMને જીતાડ્યા. અહીં મેટ્રો અને વંદે ભારત ટ્રેન ચાલુ થઈ. જ્યારે દિલ્હી સરકાર પબ્લિક ટ્રાન્સપોર્ટની બસ ખરીદવામાં ભ્રષ્ટાચાર કરી રહી છે.
દિલ્હીના સપનાનાં સોદાગર ને કહું છું કે-ગુજરાતની જનતા નહિં ભૂલે કે નર્મદાના પાણીની જરૂરિયાત હતી. ત્યારે તેને વિરોધ કરનારને હાર તોરા પહેરાવતા હતા. પીવાના પાણીના વાયદા કરે છે, પણ દિલ્હીને 690 ઝૂંપડીમાં પણી મળતું નથી. ખોટું હોય તો દિલ્હીના સંગમ વિહારમાં જઈને જોઈ આવે કે શું હાલત છે?
જનતાને દિલ્હી સરકાર પિંક શરાબનો ઠેકો આપે છેઃ સ્મૃતિ ઈરાની
પીએમ મોદી એ કરોડો લોકોને ‘નલ સે જલ’ સુવિધા આપી છે કેજરીવાલએ 690 ઝૂંપડપટ્ટીમાં પાણી આપ્યું નથી. અમારી સરકાર મહિલાઓને દૂધ આપે છે જયારે દિલ્હી પિંક શરાબનો ઠેકો આપે છે. દિલ્હીમાં દારૂ કેવી રીતે પીવો તેની સ્કૂલ શરૂ કરી છે.
અમે રાજનીતિ એક મર્યાદાથી કરીએ છીએ. APPએ હીરા બા નું પણ અપમાન કર્યું. તેમનો દીકરો રાજકરણમાં છે હીરા બા રાજકારણમાં નથી.