અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં રખડતી રંજાડનો આતંક, યુવકનું મોત-જવાબદાર કોણ ?

Text To Speech

રાજ્યમાં દિવસેને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. રખડતાં ઢોરની હડફેટે આવવાથી અસંખ્ય લોકોને ઈજાઓ થવાના બનાવ બન્યા છે. પરંતુ, પાલિકા વિભાગને હજુ એટલી ફુરસત નથી મળી કે રખડતા ઢોરોને પકડી શકાય. આ વખતે રખડતા ઢોરના આતંકનો શિકાર અમદાવાદનો એક યુવક બન્યો છે.

ઢોરનો આતંક
ઢોરનો આતંક

અમદાવાદના નરોડા વિસ્તારમાં વધુ એક યુવક રખડતાં ઢોરનો ભોગ બન્યો છે. નરોડા વિસ્તારમાં ભાવિન પટેલ નામના બાઈક સવાર યુવકને ઢોરે અડફેટે લેતા યુવકના માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી. યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થઈ ગયું છે. તેમના પરિવારે અંગદાન કરવાનો નિર્ણય લીધો છે.

સારવાર દરમિયાન તબીબી રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે, ભાવિન પટેલને બ્રેઈનમાં મલ્ટિપલ હેમરેજ થઈ ગયું છે. આ ઘટના બાદ AMCની બેદરકારીનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. હાઈકોર્ટની અનેક ફટકાર બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં છે.

મૃતક ભાવિન પટેલ
મૃતક ભાવિન પટેલ

તંત્રની રસ્તે રખડતા ઢોરને પાંજરે પુરવાની કામગીરી ફક્ત કાગળ પર જોવા મળી રહી છે. આ ઘટના બાદ AMCની કથની અને કરનીની વધુ એકવાર પોલ ખુલી ગઈ છે. AMCની ઘોર બેદરકારીના કારણે આજે એક યુવકનો જીવ ગયો છે ભાવિન તેમના પરિવારનો એકમાત્ર આવકનો સોર્સ હતો. તેમના પરિવારના માથે આભ તૂટી પડ્યું છે. તેમની બે નાની દીકરીઓ સાથે તે નરોડામાં રહે છે.

આ ઘટના બાદ AMCના જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. રસ્તે રખડતા ઢોરને પાંજરે પુરવાની જવાબદારીમાં AMCની બેદરકારીના કારણે જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ સામે કેસ દાખલ કરી ત્વરિત એક્શન લેવામાં આવે તેવી પરિવારે માંગ કરી છે.

Back to top button