ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં બદલીનો ધમધમાટ : સુરત અને વડોદરાના મનપા કમિશ્નરોની આંતરિક બદલી

Text To Speech

ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તો બીજી તરફ રાજ્યમાં બદલીઓનો ધમધમાટ શરૂ થયો છે. વિવિધ વિભાગોમાં બદલીઓ કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યમાં સુરત અને વડોદરાના કમિશ્નરની આંતરિક બદલી કરવામાં આવી છે. ચૂંટણી પંચનો એક નિયમ હોય છે કે, ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓને પોતાના સ્થાન પર જો ત્રણ વર્ષથી વધુનો સમય થયો હોય તો તેમની બદલી કરવી. જેના ભાગરૂપે જ વડોદરા અને સુરતના કમિશ્નરની બદલી કરવામાં આવી છે.

shalini agrawal
shalini agrawal

મળતી માહિતી મુજબ સુરત અને વડોદરા મહાનગર પાલિકાના કમિશનરોની આંતરિક બદલી કરવામાં આવી છે. શાલિની અગ્રવાલ સુરતના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા છે જ્યારે બંછાનિધી પાનીની વડોદરા મનપાના નવા કમિશનર બન્યા છે. બંછાનીધી પાનીએ સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે શ્રેષ્ઠતમ કામગીરી કરી હતી જેમાં ખાસ કરીને કોરોના સમયમાં યોગ્ય વ્યૂહ રચનાના આધારે પરિસ્થિતિ પર કાબુ મેળવવા સહીત સુરતના અનેક મોટા પ્રોજેકટો પર સારી રીતે કામ કર્યું હતું.  તો સાથે સાથે  ટ્રિપલ T, સ્વચ્છતા સર્વેક્ષણ, પાલ ઉમરા બ્રિજ, કેબલ સ્ટેઇડ બ્રિજ, ઈંસ્ફ્રસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટના પ્રોજેક્ટ માટે બંછાનીધી પાનીએ સુરતને હમેશા અગ્રેસર રાખ્યું છે.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીએ ગબ્બર પર માતાજીની મહાઆરતી કરી, દેશમાં સુખ-શાંતિ-સમૃદ્ધિ વધે એ માટે કરી પ્રાર્થના

Back to top button