FRC ફી વધારા માટે ભૂલચૂક કરશે તો વાલી મંડળની કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી
અમદાવાદ: FRC કમિટીમાં નવા વર્ષ માટેની ફી દરખાસ્ત મંજૂર કરવા ખાનગી સ્કૂલોએ ખર્ચ ઓડિટના હિસાબો સાથે વર્ષ 2021-22, 2022-23, 2023-24 3 વર્ષની દરખાસ્ત મુકેલી છે. આ દરખાસ્તને મંજૂરી ના આપવા વાલી મંડળે માગ કરી છે. ખોટા હિસાબો અને ઓડિટના આધારે FRC ફી વધારો આપે તો FRC સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવા વાલી મંડળે ચીમકી આપી છે.\
ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે FRCના તમામ ઝોનના ચેરમેનને પત્ર લખીને જણાવ્યું છે કે, જો સ્કૂલો નવી દરખાસ્તમાં ઓડિટ ખર્ચમાં ખોટા હિસાબો અથવા ખોટી રીતે મૂકેલા પેપરથી FRC ફી મંજૂર કરશે અને વાલી મંડળને જાણ થશે તો સુપ્રીમ કોર્ટમાં FRCનો કેસ ચાલુ છે. તેમ FRC સામે કોર્ટ ઓફ કન્ટેમ્પ કરીશું. નવા વર્ષની દરખાસ્તમાં ઓડિટ ખર્ચમાં વિગતોને તપાસીને બિલો સાચા કે ખોટા તે તપાસીને ફી મંજૂરી આપવા વિનંતી છે. જો FRC આ ઓડિટમાં ભૂલચૂક કરશે તો તમામ FRCના સભ્યોની સામે કાયદાની કાનૂની જોગવાઈ મુજબી વાલી મંડળ કાર્યવાહી કરશે.