ગુજરાતટોપ ન્યૂઝ

વડાપ્રધાન મોદીએ કાફલાને રોકી એમ્બ્યુલન્સને આપ્યો રસ્તો, સૌ કોઈના જીતી લીધા દિલ

Text To Speech

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ ચાલી રહ્યો છે. ત્યારે આજે પીએમ મોદીએ મેટ્રોના ફેઝ-1નું લોકાર્પણ કર્યા બાદ તેમણે થલતેજમાં એક જનસભાને પણ સંબોધી હતી. વડાપ્રધાન પોતાના કાર્યક્રમ બાદ ગાંધીનગર જવા રવાના થયા હતા. ત્યારે એક એમ્બ્યુલન્સને રસ્તો આપવા તેમણે પોતાની ગાડીઔઓનો કાફલો થોભાવી દીધો હતો. જેની ખૂબ જ પ્રશંસા સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહી છે.

આ અંગેનો વીડિયો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યો છે. જેમાં તેમણે આ ઘટના વિશેની જાણકારી આપી છે. ગૃહ રાજ્યમંત્રીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, લોકોની સરકાર, અમદાવાદથી ગાંધીનગર જતા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે પોતાનો કાફલો થોભાવી દીધો. વડાપ્રધાનની આ માનવતાની પ્રશંસા કરવામાં આવી રહી છે.

અગાઉ પણ વડાપ્રધાને કાફલો થોભાવ્યો હતો

નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં રાજભવન ખાતે પહોંચી ગયા છે. જ્યાં તેમની સાથે ભાજપના અધ્યક્ષ સી.આર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા છે. જ્યાં તેઓ આગામી કાર્યક્રમ અને ચૂંટણી રણનીતિ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરે તેવી શક્યતા છે. આ પહેલા પણ વર્ષ 2017માં વડાપ્રધાન મોદીએ ગાંધીનગરમાં એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે તેમનો કાફલો થોભાવી દીધો હતો. ત્યાર બાદ વડાપ્રધાનના આ માનવતા ભર્યા અભિગમના યુવાઓએ પણ વખાણ કર્યા હતા.

આ પણ વાંચો : અમદાવાદને મેટ્રો ઉપરાંત પીએમ મોદીએ આપી બીજી પણ ભેટો, જાણો તમામ માહિતી

Back to top button