ધર્મનવરાત્રિ-2022

નોરતાના છેલ્લાં દિવસે દેવી સિદ્ધિદાત્રીની કરો આરાધના અને મેળવો માતાનો આશીર્વાદ !

Text To Speech

નોરતાના છેલ્લાં દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. નવદુર્ગાઓમાં માતા સિદ્ધિદાત્રી અંતિમ છે. અન્ય આઠ દેવીઓની પૂજા ઉપાસના શાસ્ત્રીય વિધિ-વિધાન પ્રમાણે કરતાં ભક્તો દુર્ગાપૂજાના નવમાં દિવસે આ દેવીની ઉપાસના કરે છે. માતા સિદ્ધિદાત્રી ભક્તોને દરેક પ્રકારની સિદ્ધિ પ્રદાન કરે છે. દેવીપુરાણ પ્રમાણે ભગવાન શિવે તેમની કૃપાથી જ આ સિદ્ધિઓને પ્રાપ્ત કરી હતી. તેમની અનુકંપાથી જ ભગવાન શિવનું અડધું શરીર દેવીનું થયું હતું.

આ પણ વાંચો: ચોટીલા: જાણો કેવી રીતે હવન કુંડમાંથી તેજ સ્‍વરૂપે પ્રગટ થયા મહાશકિત !

દેવીનું સ્વરૂપ

માતા દુર્ગાની નવ શક્તિનું નામ સિદ્ધિદાત્રી છે. માતા સિદ્ધિદાત્રી ચાર ભુજાઓ વાળી છે. તેમનું વાહન સિંહ છે. તે કમળ ફૂલ ઉપર બિરાજમાન છે. તેમના જમણી બાજુના ઉપરના હાથમાં ગદા અને નીચેના હાથમાં ચક્ર છે. ડાબી બાજુ ઉપરના હાથમાં કમળનું ફૂલ અને નીચેના હાથમાં શંખ છે.આ કારણે તેઓઅર્ધનારીશ્વર નામથી પ્રસિદ્ધ થયાં.

નાવમાં નોરતે માતા સિદ્ધિદાત્રી ધરાવો આ ભોગ- humdekhengenews

નોમના દિવસે માતા સિદ્ધિદાત્રીને તાલ અથવા તલથી બનાવેલો ભોગ લગાવવાનો  શુભ ગણાય છે.  એનાથી માતા દેવી ભક્તોની બધી મનોકામના પૂર્ણ કરે છે.  હિન્દુ માન્યતા અનુસાર, તેમજ કેતુ ગ્રહ અને અને રીંગણી રંગ ને શુભ માનવામાં આવે છે.

આ પણ વાંચો: અંબાજીના પવિત્ર શક્તિપીઠ વિશે શું તમે આ વાત જાણો છો ?

Back to top button