બનાસકાંઠા : વિવિધ માંગણીઓને લઈ LIC એજન્ટો ધરણાં પર
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અને ડીસા ખાતે એલઆઇસી એજન્ટોએ તેમની વિવિધ માગણીઓને લઈને આજે દિવસભર ધરણાંનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં LIC એજન્ટોએ ધરણાં કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. પાલનપુર શાખા 2 એજન્ટ એસોસીએશન જોઈન્ટ એક્શન કમિટી ઓફ લાઇફ ઇન્શ્યોરન્સ એજન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા ના ચેરમેનના આદેશથી “ધરણા”નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સંપૂર્ણ ભારતભરમાં યોજવામાં આવ્યો હતો. અને વિવિધ માંગણીઓ કરવામાં આવી છે. જેમાં પોલિસી ધારકો માટે બોનસમાં વધારો કરવો,
પોલિસી ધારકોના લોનનો વ્યાજ દર ઘટાડવો, GSTને નાબૂદ કરવો, વિમેદાર ગ્રાહકોના દરેક વ્યવહાર માટે KYCની માંગણી બંધ કરવી, એજન્ટોની પડતર માગણીઓ જેવા મુદ્દાઓ ઉપર દિવસભર ધરણા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન બહોળી સંખ્યામાં એજન્ટો દ્વારા થયું હતું. અને આ નિમિત્તે લીયાફી ફેડરેશન પાલનપુર 2 ના પ્રમુખ કેસરભાઈ વાયડા, મંત્રી કિરીટભાઇ બારોટ , સહમંત્રી મૂળશંકર કટારીયા, ઇસી મેમ્બર ફલજીભાઈ ધુળીયા, ખજાનચી જહાંગીરભાઈ બિહારી, ડીસી મેમ્બર મોઘજીભાઈ કરેણએ હાજર રહી આંદોલનને સફળ બનાવ્યું હતું.
આ પણ વાંચો : પાલનપુર : ડીસામાં મંડળીની લોન ના ભરનારને છ માસની કેદ