આ શહેરમાં પીટબુલ, રોટવીલર જેવી જાતિના કૂતરાઓ પર પ્રતિબંધ, સામે આવ્યું કારણ..
દિલ્હીની પંચકુલા મ્યુનિસિપલ કોર્પોરેશને શ્વાનની આ બે જાતિઓ, પીટબુલ અને રોટવીલર પર પ્રતિબંધ મૂક્યો છે. દેશભરમાં ઘણી જગ્યાએ કૂતરાઓના હુમલાના વધતા જતા કિસ્સાઓ વચ્ચે. અધિકારીઓનું કહેવું છે કે હવે આ બંને જાતિના કૂતરાઓને ઘરમાં પાળી શકાશે નહીં. પંચકુલાના મેયર કુલભૂષણ ગોયલે જણાવ્યું હતું કે ગુરુવારે એમસી હાઉસમાં મળેલી બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો જે તાત્કાલિક અસરથી અમલમાં મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે બેઠકમાં 24 મુદ્દાનો એજન્ડા રજૂ કરવામાં આવ્યો હતો. જેને ગૃહમાં પસાર કરવામાં આવ્યો હતો મેયરે કહ્યું કે, જ્યાં સુધી કૂતરાઓને લગતી બાબત છે. પાળેલા કૂતરાઓના માલિકો જેમણે તેમના પાળેલા કૂતરાઓનું રજીસ્ટ્રેશન કરાવ્યું નથી તેમને 2,000 રૂપિયાનો દંડ કરવામાં આવશે.
પીટબુલ, રોટવીલર જેવી જાતિના કૂતરાઓ પર કેમ લગાવ્યો પ્રતિબંધ?
તેમણે કહ્યું કે ઘણી જગ્યાએ કૂતરાઓના હુમલાઓ નોધાયા છે. અને તેમાય ખાસ કરીને પિટબુલ અને રોટવીલર જાતિના કુતરાઓ વધુ હિંસક હુમલા કરે છે. લોકો તેનાથી ચિંતિત છે. તમને જણાવી દઈએ કે પંચકુલા સિવાય અન્ય ઘણા શહેરોમાં પીટબુલ અને રોટવીલર જાતિના કૂતરાઓ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પાલતુ પીટબુલ કૂતરાઓ દ્વારા હુમલાનો મામલો દેશભરમાં ગરમાયો હોવાનું સામે આવ્યું છે. એક પછી એક ઘણા શહેરોમાંથી આવા કિસ્સાઓ સામે આવ્યા છે.
દેશમાં આ વધી રહેલા કેસોને કારણે PETA ઈન્ડિયા (પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ) એ પણ પશુપાલન મંત્રાલય અને રાજ્ય સરકારોને પત્ર લખીને પિટબુલ્સ જેવી જાતિઓ પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી હતી.