ગુજરાતટોપ ન્યૂઝ

PM મોદી ગુજરાતને આપશે વધુ એક ભેટ, ‘વંદે ભારત ટ્રેન’ને બતાવશે લીલીઝંડી

Text To Speech

ગુજરાત પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યને વધુ એક મોટી ભેટ આપશે. પીએમ મોદી ગાંધીનગરથી દેશની ત્રીજી અને પશ્ચિમ રેલવેની પહેલી ‘વંદે ભારત ટ્રેન’ને લીલી ઝંડી બતાવી રાષ્ટ્રને સમર્પિત કરશે. દિલ્હીના બે રૂટ્સ પર મોટી સફળતા પછી ભારતની પહેલી સ્વદેશી સેમી હાઈ સ્પીડ ટ્રેન હવે ગુજરાતના પાટા પર પણ દોડતી જોવા મળશે. મહત્વનું છે કે થોડાક દિવસ પહેલા જ ગુજરાતમાં ‘વંદે ભારત ટ્રેન’નું સફળ ટ્રાયલ પણ કરવામાં આવ્યું હતું.

Vande Bharat Express
Vande Bharat Express

રવિવાર સિવાય તમામ દિવસે દોડશે ટ્રેન

આ ટ્રેન રવિવાર સિવાય સપ્તાહના 6 દિવસ દોડાવવામાં આવશે. આજે ટ્રેનનો આરંભ થઈ રહ્યો છે. ત્યારે ઉદ્ઘાટનના દિવસે વંદે ભારત ટ્રેન સવારે 10.30 કલાકે ગાંધીનગરથી ઉપડશે. જે 11.10 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેનને અમદાવાદ બપોરે 2 વાગ્યે સુધી થોભાવાશે. ત્યારબાદ ટ્રેનને અમદાવાદથી રવાના થશે, જે સાંજે 4.25 કલાકે સુરત અને સાંજે 7.35 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.

Vande Bharat Express
Vande Bharat Express

‘વંદે ભારત ટ્રેન’નો શું રહેશે સમય ?

જ્યારે રાબેતા મુજબ આ ટ્રેન સવારે 6.10 કલાકે મુંબઈ સેન્ટ્રલથી ઉપાડાશે, જે સવારે 8.57 કલાકે સુરત પહોંચશે. ત્યારબાદ 10.23 કલાકે વડોદરા, 11.40 કલાકે અમદાવાદ અને બપોરે
12.30 કલાકે ગાંધીનગર પહોંચશે. આ ટ્રેન ગાંધીનગરથી પરત બપોરે 2.05 કલાકે ઉપાડશે. ગાંધીનગરથી ઉપડી ટ્રેન બપોરે 2.40 કલાકે અમદાવાદ, સાંજે 4 વાગ્યે વડોદરા, સાંજે 5.40
કલાકે સુરત અને રાત્રે 8.35 કલાકે મુંબઈ સેન્ટ્ર પહોંચશે. આ ટ્રેન ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચેનું 519 કિલોમીટરનું અંતર 6.20 કલાકમાં પૂરું કરશે. શુક્રવારે પહેલા દિવસે મુસાફરો
અમદાવાદથી ટ્રેનનું બુકિંગ કરાવી શકશે.

  • દેશને મળશે ત્રીજી ‘વંદે ભારત એક્સપ્રેસ’
  • PM મોદી આપશે લીલીઝંડી
  • ગાંધીનગરથી મુંબઈ માત્ર 6 કલાકમાં પહોંચી શકાશે

ટ્રેનનું બુકિંગ શરૂ

  • મુંબઈથી ઉપડતી શતાબ્દી ટ્રેનનું સુરત સુધીનું ભાડુ 700 રૂપિયા
  • સોમવારથી શનિવાર મુંબઈથી સવારે 8.57 કલાકે સુરત પહોંચશે
  • આજે પહેલા દિવસે મુસાફરો અમદાવાદથી ટ્રેનનું બુકિંગ કરાવી શકશે

શતાબ્દીને હવે 6.20કલાકે મુંબઈથી દોડાવાશે

અત્યારસુધી દરરોજ સવારે મુંબઈ સેન્ટ્રલથી 6.10 કલાકે શતાબ્દી ટ્રેન દોડાવાતી હતી. પરંતુ વંદે ભારતને સવારે 6.10 કલાકે ઉપાડવાનું નક્કી કરાતાં શતાબ્દીના સમયમાં 10 મિનિટનો
ફેરફાર કરાયો છે. પહેલી ઓક્ટોબરથી શતાબ્દી ટ્રેન સવારે 6.20 કલાક મુંબઈ સેન્ટ્રલથી ઉપડશે. જે 6.43 કલાકે બોરીવલ્લી અને 12.45 કલાકે અમદાવાદ પહોંચશે. પહેલા આ ટ્રેન 12.25
કલાકે અમદાવાદ પહોચતી હતી. એટલે કે શતાબ્દી હવે 20 મિનિટ અમદાવાદ મોડી પહોંચશે.જ્યારે પરત અમદાવાદથી બપોરે 2.05 કલાકે ઉપડાશે. જે અમદાવાદ બપોરે 3.10 કલાકે અને
મુંબઈ સેન્ટ્રલ રાત્રે 9.45 કલાકે પહોંચશે.

Vande Bharat Express
Vande Bharat Express

શતાબ્દીનું 700, વંદે ભારતનું 950 રૂપિયા ભાડુ

મુંબઈથી ઉપડતી શતાબ્દી ટ્રેનનું સુરત સુધીનું ભાડુ 700 રૂપિયા છે. જ્યારે ‘વંદે ભારત ટ્રેન’નું અંદાજિત 950 રૂપિયા રાખવામાં આવ્યું છે. પરંતુ મુસાફરોને સવારે મુંબઈથી સુરત આવવા
માટે બીજો વિકલ્પ મળી રહેશે.

Back to top button